Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ત્રિચી ગેંગે શોર્ટ કટથી શ્રીમંત બનવા અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવ્યો’તો

Fri, March 15 2024

રેકી કરી પરંતુ સફળતા નહિ મળતા જામનગર,રાજકોટ,અમદાવાદ અને દિલ્હીમાં પાંચ ચોરીને અંજામ અપાયો

જુનાગઢથી તમિલનાડુ મોટી રકમ ટ્રાન્સફર થઈ અને પોલીસને ત્રિચી ગેંગની માહિતી મળી

કાચ તોડી ચોરી કરનાર આંતરરાજ્ય ત્રિચી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ

જામનગર અંબાણી પરિવારના પ્રસંગમાં મોટો હાથ મારવા આવેલી તમિલનાડુની ત્રિચી ગેંગે જામનગર,રાજકોટ, અમદાવાદ અને દિલ્હીમાં પાંચ ગુન્હાને અંજામ આપ્યો હતો અને કારના કાચ ફોડી લાખો રૂપિયાની રકમ ચોરી ગયા હતા. રાજકોટ માંથી રૂ.10 લાખની ચોરી બાદ ત્રિચી ગેંગે આ રકમ જુનાગઢના એક એટીએમ માંથી તમિલનાડુ ટ્રાન્સફર કરી હોય તે માહિતી રાજકોટ ક્રાઇમ બ્રાંચને મળ્યા બાદ એક પછી એક આ ટોળકીના પાંચ સભ્યોને રૂ.8 લાખની રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.ટોળકી રૂપિયા કમાવવાની લાલચમાં અને થોડા જ સમયમાં શ્રીમંત બનવા માટે અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

કારના કાચ તોડી ચોરીઓ કરતી ટોળકીનો લીડર મધુસૂદન ઉર્ફે  વીજી સુગુમારન પાંચ માણસોની ટીમને હેન્ડલ કરે છે. ચોરી કરવાનું સ્થળ વિગેરે ટીમનો લીડર નક્કિ કરે છે અને તેની સુચના મુજબ ગેંગના માણસો ટ્રેઇન મારફતે મુસાફરી કરે છે અને અલગ-અલગ રાજ્યના શહેરોમાં બસ સ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન, માર્કેટ વિગેરે જયા એક કરતા વધારે કારનું પાર્કીંગ રહેતુ હોય તેવા સ્થળોની રેકી કરી તકનો લાભ લઇ, હેર પીન તથા રબ્બર વડે ગીલોલ બનાવી નાના છરા થી કારના કાચ તોડી કાર અંદર રહેલ બેગ ની ઉઠાંતરી કરી નાસી જાય છે.જામનગરમાં અંબાણી પરિવારના પ્રસંગમાં વિશ્વભર માંથી આમિર લોકો આવવાના હોય જેથી ત્રિચી ગેંગે અંબાણી પરિવારને ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

તમીલનાડુ તીરૂચીરાપલ્લી શ્રીરંગમ જી. (ત્રીચી) પુગાનુર ગામ રામજીનગર મકાન નં. ૩/૨૨માં રહેતી જગન બાલસુબ્રમણ્યમ બગમુંડીયાર મલાઇપટ્ટી ગામ, હરીભાસ્કર કોલોનીમાં રહેતા  દિપક પારથીબન અગમુડયાર,  અરબાઝ કોલોની રામજીનગર કે કલકુડી, તીરૂચીરાપલ્લીના  ગુનોકર ઉમાનાથ મુરલી વીરપથરન ઉર્ફે વીરભદન મોદલીયાર અને પુગનુરગામ, ન્યુસ્ટ્રીટ કોલોની સમજીનગર તીરૂચીસપલ્લીમાં રહેતા  એગામરમ કાંતાન  મુત્રયારની ધરપકડ કરી હતી.

આ ટોળકીનો સૂત્રધાર મધુસૂદન ઉર્ફે  વીજી સુગુમારન ફરાર હોય જેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

મોટી ચોરીની અંજામ આપવાની તૈયારીમાં ત્રિચી ગેંગ ગુજરાત આવી અને પ્રથમ અમદાવાદ માં ગત તા 1/3 ના રોજ વસ્ત્રાપુર સહિત ત્રણ જગ્યાએ કારના કાચ તોડી રૂ.12000 રોકડની ચોરી  કરી અને બાદમાં તા 2/3ના રોજ આ ટોળકી જામનગર અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરી કરવા આવી હતી અને અંબાણી પરિવારના પ્રિ વેડિંગ પ્રસંગમાં રેકી કરી હતી પરંતુ ત્યાં સુરક્ષા વ્યવસ્થા જોઈ અંદર પ્રવેશ કરવો અશક્ય હોય જેથી તા 2/3 ના રોજ બપોરે જામનગર બસ સ્ટેન્ડ પાસે આવી ત્યાં બે  કારના કાચ તોડી રોડક ચોરી કરી હતી.

તા 2/3 ના રોજ સાંજે  રાજકોટ આવી હતી અને રાજકોટમાં ઇમ્પિરિયાલ હાઈટ્સ નજીક કારખાનેદારે જ્યારે રોકડ ભરેલ બેગ કારની ડેકી માંથી પાછળની સીટમાં બેગ મૂકી ત્યારે આ ટોળકીની નઝર બેગ ઉપર પડી હતી. રૂ. 10 લાખની રોકડ ભરેલી બેગ ચોરી કરી આ ટોળકી જુનાગઢ નાસી ગઈ હતી ત્યાં સફળતા નહિ મળતા રાજકોટ માંથી ચોરી કરેલી રકમ એટીએમ મારફતે તામિલનાડુ મોકલી દિલ્હી ભાગી ગયા હતા અને દિલ્હીમાં તા 6/3ના રોજ મધુવિહાર વિસ્તારમાં કારના કાચ તોડી લેપટોપની ચોરી અને બીજા દિવસે તા 7/3ના રોજ લક્ષ્મીનગર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે બે કારના કાચ તોડી રૂ.30000 રોકડની ચોરી કરી હતી. દાખલ કરવામાં આવેલ હતો.

ગેંગના 65 સભ્યો દેશભરમાં ફેલાયેલા કોનો શું રોલ ?

તામિલનાડુની ત્રિચી ગેંગના કુલ 65 સભ્યો સમગ્ર દેશભરમાં ફેલાયેલ છે અને અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી હોય ગુજરાતમાં ચોરીને અંજામ આપનાર ટોળકીનો સૂત્રધાર મધુસૂદન ઉર્ફે  વીજી સુગુમારન છે જે હાલ ફરાર છે. તે  ટોળકીનો લીડર છે અને તેની સૂચના મુજબ ચોરીને અંજામ અપાતો હતો. ગેંગના  જગન બાલસુબ્રમણ્યમ જે ગિલોલ વડે કારના કાચ તોડવામાં માહિર છે.ટોળકીના દિપક, એગામરમ  અને મુરલી રેકી કરતાં હતા અને વોચ રાખી કોઈ કારમાં બેગ હોય તેની માહિતી જગન બાલસુબ્રમણ્યમને આપતા હતા અને ઈશારો કરતાં જગન બાલસુબ્રમણ્યમ તે  કારના કાચ તોડતો અને બાદમાં ગુનશેકરને ઈશારો કરે એટેલે ગુનશેકર તે  બેગની ચોરી કરતો હતો.

કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમ

આ ટોળકીને પકડી પડવા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયા સુચના અને માર્ગદર્શન હેઠળ પી. આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ એ.એન.પરમાર સાથે  એ.એસ.આઇ. ઘનશ્યાભાઇ મેણીયા, અમિતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી. કુલદિપસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, મહાવિરસિંહ ચુડાસમા, હિરેનભાઇ સોલંકીએ  કામગીરી કરી હતી.

Share Article

Other Articles

Previous

આરટીઈ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ

Next

એસબીઆઈ એ ઇલેક્ટોરલ બોન્ડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વર્ષ 2024માં લોકોએ Swiggyમાંથી સૌથી વધુ શું ઓર્ડર કર્યું ?? નંબર 1 ફેવરિટ ફૂડ વિશે જાણીને ચોંકી જશો, દર મિનિટે મળે છે 158 ઓર્ડર
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Oppo Reno 11, Reno 11 Pro 5G સ્માર્ટફોન લોન્ચ
ગેજેટ
2 વર્ષ પહેલા
રોનાલ્ડોએ માત્ર 90 મિનિટમાં યુ-ટ્યુબ પર તોડ્યા તમામ રેકોર્ડ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમની તૈયારીમાં લાગ્યું તંત્ર :  સંભવિત મુલાકાતને લઈને યોજાઇ બેઠક
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર