Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેન્સરની નકલી દવા બનાવી વેંચવાનું કૌભાંડ પકડાયુ : સાતની ધરપકડ

Wed, March 13 2024

દર્દીઓને કીમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓમાં ફંગલ વિરોધી દવાઓ ભરીને વેચતા હતા.
૪ કરોડની દવાઓ અને અન્ય સામગ્રી જપ્ત કરતી દિલ્હી ક્રાઈમ બ્રાંચ

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક મોટી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ નવ બ્રાન્ડની નકલી કેન્સરની દવાઓ જપ્ત કરી છે. તેમાંથી સાત દવાઓ વિદેશી બ્રાન્ડની છે જ્યારે બે ભારતમાં બનાવટી દવાઓ છે.પોલીસે જે દવાઓ કબજે કરી છે તેની કિમત ચાર કરોડ રૂપિયા જેવી થવા જાય છે. કેન્સરની આ નકલી દવાઓને માત્ર દેશના ફાર્માસિસ્ટને ત્યાં જ નહીં, પણ ચીન અને અમેરિકા જેવા દેશોમાં પણ સપ્લાય થતી હતી.

પોલીસનું કહેવું છે કે આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં ફંગલ વિરોધી દવાઓ ભરીને વેચતા હતા. આ આરોપીઓ દિલ્હી બહારથી આવતા દર્દીઓ હતા, ખાસ કરીને હરિયાણા, બિહાર, નેપાળ અથવા આફ્રિકન દેશોમાંથી આવતા દર્દીઓને ટાર્ગેટ કરીને આ દવાઓ વેંચતા હતા.

પોલીસે જે સાત આરોપીઓની ધરપકડ કરી છે તેમાં વિફલ જૈન, સૂરજ શત, નીરજ ચૌહાણ, પરવેઝ, કોમલ તિવારી, અભિનવ કોહલી અને તુષાર ચૌહાણનો સમાવેશ થાય છે. જેમાંથી નીરજ ગુરુગ્રામનો રહેવાસી છે જ્યારે બાકીના છ દિલ્હીના અલગ-અલગ વિસ્તારના રહેવાસી છે.

ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર શાલિની સિંહે કહ્યું કે તેમની ટીમને માહિતી મળી હતી કે દિલ્હીમાં એક ગેંગ સક્રિય છે, જે દર્દીઓને કેન્સરની નકલી દવાઓ સપ્લાય કરે છે. આ પછી આરોપીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી.

દિલ્હી પોલીસની ટીમે DLF કેપિટલ ગ્રીન્સ પર દરોડો પાડ્યો હતો, જે આ રેકેટનું સૌથી મહત્વપૂર્ણ ઠેકાણું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વિફલ જૈન અહીં નકલી કેન્સરની દવાઓ બનાવતો હતો. પોલીસ અનુસાર, તેણે DLF ગ્રીન્સમાં બે EWS ફ્લેટ ભાડા પર લીધા હતા. અહીં તે કેન્સરની દવાની ખાલી બોટલોમાં નકલી દવાઓ ભરી દેતો હતો જ્યારે તેનો પાર્ટનર સૂરજ આ રિફિલ કરેલી બોટલોને યોગ્ય રીતે પેક કરતો હતો જેથી કોઈને શંકા ન જાય.પોલીસે અહીંથી આવી 140 બોટલો મળી આવી હતી. આ શીશીઓ પર Opdata, Keytruda, Dextrose, Fluconazole બ્રાન્ડ નામો લખેલા હતા. આ બ્રાન્ડની શીશીઓ ભેગી કરીને તેમાં નકલી કેન્સરના ઈન્જેક્શન ભરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ શીશીઓમાં ફૂગ વિરોધી દવા હતી.

પોલીસે આ સ્થળેથી 50 હજાર રોકડ, 1000 યુએસ ડોલર, ત્રણ શીશી કેપ સીલિંગ મશીન, એક હીટ ગન મશીન અને 197 ખાલી શીશીઓ જપ્ત કરી છે. આ સાથે પોલીસે પેકેજિંગ સંબંધિત અન્ય નકલી વસ્તુઓ પણ રિકવર કરી છે, જે નકલી શીશીઓ મળી આવી છે તેની કિંમત 1 કરોડ 75 લાખ રૂપિયા છે.

તે જ સમયે, જ્યારે પોલીસ ટીમ સાઉથ સિટી ગુડગાંવ પહોંચી, ત્યારે પોલીસે નીરજ ચૌહાણને ત્યાંના એક ફ્લેટની અંદરથી મોટી માત્રામાં ઇન્જેક્શન અને નકલી કેન્સરની દવાઓની શીશીઓ સાથે ધરપકડ કરી. દરોડા દરમિયાન, પોલીસે તેની પાસેથી નકલી કેન્સરની દવાના 137 ઇન્જેક્શન્સ કબજે કર્યા હતા, જે ઘણી જાણીતી બ્રાન્ડ્સ કીટ્રુડા, ઇન્ફિન્ઝી, ટેસેન્ટ્રિક, પરજેટા, ઓપડિટા, ડાર્ઝાલેક્સ અને એર્બિટક્સની શીશીઓમાં હતા. આ સિવાય પોલીસે Keytruda, Infinzi, Tecentriq, Perjeta, Opdyta, Darzalex અને Phesgo બ્રાન્ડની 519 ખાલી શીશીઓ રિકવર કરી છે. પોલીસે 864 ખાલી પેકેજિંગ બોક્સ પણ રિકવર કર્યા છે. નીરજ ચૌહાણની પૂછપરછ બાદ પોલીસે તેના પિતરાઈ ભાઈ તુષાર ચૌહાણની પણ ધરપકડ કરી હતી. તુષાર ચૌહાણ આ સપ્લાય ચેઈનનો ભાગ હતો.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી 137 ભરેલી શીશીઓ મળી આવી છે. આ વિવિધ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની છે, જેની કિંમત 2 કરોડ 15 લાખ રૂપિયા છે. તેમના નામ છે કીટ્રુડા, ઇન્ફિન્ઝી, ટેસેન્ટ્રિક, પરજેટા, ઓપડેટા, ડાર્ઝાલેક્સ અને એર્બિટક્સ. પોલીસે તેમની પાસેથી 89 લાખ રૂપિયા રોકડા અને 1800 યુએસ ડોલર પણ જપ્ત કર્યા છે. એટલું જ નહીં, નીરજે રોકડ ગણતરીનું મશીન પણ રાખ્યું હતું જે પોલીસે જપ્ત કરી લીધું છે

Share Article

Other Articles

Previous

CAA નો લાભ શિયા મુસ્લિમોને કેમ નહીં? માનવ અધિકાર સંગઠનોની કાગારોળ શરૂ

Next

‘ટપુ’ સાથે સગાઈની ચર્ચાને ‘બબીતાજી’એ ફેક ગણાવી, જુઓ શું કહ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
4 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
4 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
4 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

‘વોઇસ ઓફ ડે’માટે દિવાળીની ગોલ્ડન શુભેચ્છા
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ લોકમેળો નહીં રાઈડ મેળો ! 50% પ્લોટ રાઇડ્સ માટે ફાળવાયા, ખાલી રહેલા સ્ટોલ-પ્લોટ RMC અને સેવાભાવી સંસ્થાઓને ફાળવાશે
ગુજરાત
7 મહિના પહેલા
26 સપ્તાહના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી નહીં : સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બોર્ડર-2નો જબરદસ્ત ક્રેઝ: પ્રજાસતાક દિવસ પર થયું જોરદાર કલેક્શન,સોમવારે તોડ્યો પુષ્પા-2 અને ટાઈગર-3નો રેકોર્ડ
Entertainment
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર