મુશીર ખાને સચિનનો ૨૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રણજી ટ્રોફીના ફાઈનલમાં મુંબઈના બેટર અને સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને વિદર્ભ વિરુદ્ધ સદી બનાવી સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખ્યો છે. મુશીર રણજી ટ્રોફીના ફાઈનલમાં સદી બનાવનારો સૌથી નાની વયનાો બેટર બન્યો છે. તેણે ૧૯ વર્ષની ઉંમરે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. સચિને ૧૯૯૪-૯૫ની સીઝનના ફાઈનલમાં પંજાબ વિરુદ્ધ ડબલ સદી બનાવી હતી ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી. તેણે પોતાની ટીમને ખીતાબ પણ જીતાડ્યો હતો. સંજોગોવસાત વાનખેડેમાં વિદર્ભ-મુંબઈ વચ્ચેની ફાઈનલ મેચમાં તેંડુલકર સ્ટેન્ડમાં ઉપસ્થિત હતો.