બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કલેકટરનું ઓલ ઘી બેસ્ટ
પરીક્ષાર્થીઓને પુષ્પ આપી મોં મીઠું કરાવી શાળાઓમાં કરાયું સ્વાગત
સોમવારથી કારકિર્દીના પડાવ સમાન શરુ થયેલ ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેકટર પ્રભવ જોશી રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે પહોંચી વિદ્યાર્થીને પુષ્પગુચ્છ આપી ઓલ ઘી બેસ્ટ કહ્યું હતું. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાષ વધે તે માટે શિક્ષણ વિભાગની પહેલ સાથે ન્યુ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મીઠાઈ આપી મો મીઠું કરાવી સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓના પ્રવેશ પરિસરમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય -ગાન સાથે વાતાવરણ વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું હતું.
આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિદ્યાર્થી અભ્યાસના માધ્યમથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી આવતીકાલના નવ ભારતના નિર્માણનો પાયો નાખવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ નીડરતાથી પરીક્ષાનો સામનો કરી સફળતા મેળવે તેવી વિદ્યાર્થીઓને શીખ આપી હતી.ન્યુ એરા સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણિપા, સંસ્થાના ટ્ર્સ્ટી અજયભાઈ સહીત શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડ સુધી પહોંચવા મદદરૂપ બન્યા હતાં.