લખનૌ એરપોર્ટમાં ટર્મિનલ T3ને ખુલ્લું મુકતા વડાપ્રધાન
રૂ.૨૪૦૦ કરોડના ખર્ચે બંધાયેલું આ ટર્મિનલ વાર્ષિક ૮૦ લાખ પ્રવાસીઓનું સંચાલન કરવા સક્ષમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CCSIA) ના સંકલિત ટર્મિનલ 3 ખુલ્લું મૂક્યું હતું. રૂ ૪૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ પીક અવર્સ દરમિયાન ૪,000 મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સેવાઓ પૂરી પાડશે.
વિશ્વ કક્ષાના ટર્મિનલના પ્રથમ તબક્કામાં આગમન અને પ્રસ્થાન માટેના પ્રવાસીઓના પ્રવાહને અલગ કરતા એલિવેટેડ પાથવે સાથે વાર્ષિક ૮૦ લાખ મુસાફરોની સુવિધા પૂૂરી પાડી શકશે. બીજા તબક્કામાં મુસાફરોના સંચાલનની ક્ષમતા વાર્ષિક ૧.૩૦ કરોડ સુધી વધારાશે.
આ પ્રસંગે બોલતા અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચૌધરી ચરણસિંઘ આંતર રાષ્ટ્રીય વિમાની મથક માટેની અમારી દ્રષ્ટી ઘણી મોટી અને દૂરંદેશી છે.આ વિમાની મથક માટેના માસ્ટર પ્લાનનો આખરી હેતુ ૨૦૪૭-૪૮ની સાલ સુધીમાં વાર્ષિક ૩ કરોડ ૮૦ લાખ પ્રવાસી નાગરિકોનું સંચાલન કરવાનો છે. એક ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ઉત્તર પ્રદેશની આકાંક્ષાને સમર્થન આપવાની આ ઘાતાંકીય વૃધ્ધિ અમારી વ્યૂહરચનાની નીવ કી ઇંટ સમાન છે. અમે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ નથી કરી રહ્યા પણ સાથો સાથ અમે ૧૩,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરી રહ્યા છીએ, આમ અમે પ્રદેશ અને રાજ્યની આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું.
આ નયન રમ્ય ભવ્ય ટર્મિનલ મુસાફરોની સવલત માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. જ્યારે સેલ્ફ-બેગેજ ડ્રોપ માટે ૧૭ સહિત કુલ ૭૨ ચેક-ઈન કાઉન્ટર્સ અને ૨૭ ઈમિગ્રેશન અને ૩૫ અરાઈવલ ઈમિગ્રેશન કાઉન્ટર સહિત ૬૨ ઈમિગ્રેશન કાઉન્ટર્સ પ્રવાસીઓના ઝડપી અને સરળ પરિવહનને સુનિશ્ચિત કરવા સાથે એરપોર્ટ ઉપર વિવિધ અદ્યતન સગવડ સાથેની લાઉન્જ તેમના આરામમાં વધારો કરશે.
