‘વોઇસ ઓફ ડે’ થકી લોકોશિવમય’
શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ વોઈસ ઓફ ડે આયોજિત શિવ આરાધના કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોએ લાઈવ તો હજારો શિવભક્તોએ
ઓનલાઈન નિહાળ્યો

નાના બાળકથી લઈ મોટેરા સુધીના કલાકારોનું શિવજન્મથી લઈ શિવતાંડવ સુધીનું નૃત્ય જોઈ લોકો આફરિન પોકારી ઉઠ્યા

શિવનો વેશ ધારણ કરનાર કલાકારે સૌને કર્યા મંત્રમુગ્ધ: મહેમાનોએ કહ્યું, આવો કાર્યક્રમ અમે ક્યાંય નથી નિહાળ્યો…!

આજે રાજકોટ સહિત સમગ્ર દેશમાં હર…હર…મહાદેવની ગુંજ સંભળાઈ રહી હતી અને કરોડો ભાવિકો શિવની આરાધનામાં મગ્ન બની ગયા હતા કેમ કે ભક્તો જેની આખું વર્ષ આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે શિવરાત્રિનું પાવન પર્વ હતું. આમ તો શિવની ભક્તિ બારેય માસ થતી હોય છે પરંતુ શિવરાત્રિ ઉપર વિશેષ પૂજન-અર્ચનનો મહિમા કંઈક અલગ જ હોય છે. આટલું મોટું પર્વ હોય અને વોઈસ ઓફ ડે' દ્વારા તેની યાદગાર ઉજવણી ન કરવામાં આવે તેવું ક્યારેય બને ખરું ? શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ હોટેલ સિઝન્સ ખાતે કદાચ રાજકોટમાં ક્યારેય ન યોજાયો હોય તેવોશિવ આરાધના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોએ તો મન ભરીને માણ્યો જ હતો સાથે સાથે ફેસબુક લાઈવ'ના માધ્વમથી હજારો શિવભક્તોએ કાર્યક્રમનેઓનલાઈન’ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકથી લઈ મોટેરા કલાકારોએ શિવજન્મથી લઈ શિવતાંડવ સુધીનું નૃત્વ પ્રસ્તુત કર્યું હતું જેને નિહાળીને લોકો આફરિન પોકારી ઉઠ્યા હતા. જ્યારે શિવનો વેશ ધારણ કરનાર કલાકારો મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ નિહાળી મહેમાનો એવું કહેવા મજબૂર બન્યા હતા કે આવો કાર્યક્રમ અમે ક્યારેય અને કોઈ વખત નિહાળ્યો નથી…!

