દિલ્હીમાં ઘાતકી પિતાએ લગ્નના દિવસે જ પુત્રને વેતરી નાખ્યો
છરીના 26 ઘા ઝીંકી કરપીણ હત્યા
દિલ્હીમાં એક અત્યંત આઘાતજનક ઘટનામાં પુત્રના લગ્નની થોડી કલાકો પહેલા તેના જ પિતાએ તેની કરપીણ હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર 29 વર્ષના જીમ ટ્રેનર ગૌરવ સિંઘલના શુક્રવારે લગ્ન હતા. ગૌરવ અન્ય એક યુવતી સાથે પરણવા માગતો હતો પણ પિતાના દબાણને કારણે આ લગ્ન માટે સંમત થયો હતો. એ બાબતે પિતા પુત્ર વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા.
દરમિયાન શુક્રવારે ફરી એક વખત બોલાચાલી થતા પિતા રંગલાલે તેને ચહેરા અને છાતીના ભાગે છરીના ઉપરાછાપરી 15 ઘા ઝીંકી દેતા ગૌરવ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. હત્યા કર્યા બાદ રંગલાલ 50 લાખના દાગીના અને 15 લાખની રોકડ લઈ અને ભાગી જતા શંકાના દાયરામાં આવી ગયો હતો. બાદમાં પોલીસે તેની જયપુર ખાતેથી ધરપકડ કરી હતી.