સ્ત્રી જ સ્ત્રીની તારણહાર: મહિલાઓને આત્મનિર્ભર બનાવતી “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી”
સહકારની ભાવના અને ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ પણ મહિલાઓનો
મંડળી સાથે આશરે 9000 થી વધુ મહિલા સભ્યો જોડાયાયેલા

સ્ત્રી જ સ્ત્રીની તારણહાર બને છે તે વાત ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળીએ સાર્થક કરી બતાવી છે. રાજકોટની આ મહિલા મંડળીની જે ગૃહિણી અને નાનો મોટો વેપાર કરતી અનેક મહિલાઓને સફળતા અપાવવા માટે આશાનું કિરણ બની છે. રાજકોટની “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી” મહિલાઓને કોઈ પણ પ્રકારની આંટીઘૂંટી વગર અને ન્યુનત્તમ વ્યાજદરે પર્સનલ લોન આપી પગભર કરી રહી છે. ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળીએ મહિલા માટે સહકારને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ છે. બોર્ડ મેમ્બરની 15 મહિલા સભ્યોથી લઈને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, આસીસ્ટન્ટ સોફટવેર ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, કેશિયર, લોન ઓફિસર, રીકવરી ઓફિસર, રીકવરી કો-ઓર્ડીનેટર, કેરટેકર, પ્યુન વગેરે તમામ જગ્યાઓ મહિલાઓ જ દક્ષતાપૂર્વક સંભાળી રહી છે. હેડ ઓફિસ
વિરાણી સ્કૂલની પાછળ રામકૃષ્ણનગર (વેસ્ટ), શેરી નં.૩માં કાર્યરત ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી માંથી અનેક જરૂરિયાતમંદ મહિલાઓ લોન મેળવી આત્મનિર્ભર બની છે. થોડા વર્ષ પહેલાં પાપડનો વ્યવસાય કરનારાં ગીતાબહેને આ મંડળી પાસેથી લોન લીધી હતી અને આજે તેઓએ પોતાના વ્યવસાયમાં મોટી સફળતા હાંસલ કરી છે. સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી આ મંડળીનો સ્ટાફ પણ મહિલાઓનો જ છે. 6 થી 8 વર્ષના ટૂંકાગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે આ મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. આજે આ મંડળી સાથે આશરે 9000 થી વધુ મહિલા સભ્યો જોડાયા છે. આ મંડળીની લોન મારફતે અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાયનો એટલો વિકસાવ્યો કે હાલ તેઓ અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. આ મંડળી થકી સેંકડો મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળી શરૂ કરવામાં આવી છે. જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે. 6 વર્ષના ટુંકા ગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. આ મંડળી આશરે 46 મહિલાઓને 2 ટકાના વ્યાજે રૂપિયા 1 લાખની લોન આપે છે. જેથી મહિલાઓ પોતાનો નાનો બિઝનેસ શરૂ કરીને કમાણી કરી શકે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળીના મેનેજર અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મને જ્યારે ખબર પડી કે ગૌરીદળગામની ઓફીસમાં સફાઈ કામ કરતી મહિલાઓ રોજગારને વેગ આપવા અને ઘરની જરૂરીયાતોને પુરી કરવા ઊંચા વ્યાજ દરે ધિરાણ લઈને જીવન જીવી રહી છે. જેથી મે સહકારી ક્ષેત્રની વ્યાખ્યાને સાબિત કરતી મંડળીની રચના કરી અમે 100 બહેનોના સહકાર સાથે વર્ષ 2016માં 80થી 85 લાખના ધીરાણ સાથે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળની શરૂઆત કરી હતી.
મંડળી સાથે છેલ્લા સાત વર્ષથી એકાઉન્ટંટ તરીકે કામ કરતાં સજ્જનબેન રાઠોડે કાર્યાનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મંડળી પરિવારની ભાવના સાથે ચલાવવામાં આવે છે. મંડળીમાંથી પર્સનલ લોન લઈને અનેક મહિલાઓ પગભર બની છે તેમજ કેટલીક મહિલાઓએ પોતાના ઘરનું રીનોવેશન માટે પણ લોન લીધી છે. તો કેટલીક મહિલાઓ લોન લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી પરિવારને સહયોગી બની છે.