ચુંટણી પંચે રાહુલ ગાંધીને શું આપી સલાહ ? વાંચો
શું એડવાઇઝરી જારી કરી ?
ચૂંટણી પંચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને એડવાઈઝરી જાહેર કરી હતી. . રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી પંચે વડાપ્રધાન માટે આપવામાં આવેલ નિવેદન બાબતે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા પછી રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી’ અને ‘ખિસ્સાકાતરું’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ચૂંટણી આયોગે એડવાઈઝરી જાહેર કરી હતી. ભાજપે ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી, જેના આધાર પર સંજ્ઞાન લેતા ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને 23 નવેમ્બર 2023ના રોજ કારણ બતાવો નોટીસ જાહેર કરી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ જવાબ આપ્યા પછી એડવાઈઝરી જાહેર થઈ હતી.
ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારક અને રાજનૈતિક નેતાઓ માટે જાહેર કરેલ એડવાઈઝરીનું યોગ્ય પ્રકારે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષે ચૂંટણી આયોગે 1 માર્ચના રોજ એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી હતી કે, આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે સ્ટાર પ્રચારક અને ઉમેદવારને અગાઉ નોટીસ આપી હતી તેઓ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.