મોરબીમાથી પકડાયેલ દોઢ કરોડનુ નશાકારક સિરપ સૌરાષ્ટ્રમા સપ્લાય કરવાનુ હતું
ટાઇલ્સના ધધાના આડમા નશાના કારોબારનો પર્દાફાશ બાદ ઝારખડ કનેક્શન ખૂલ્યુ
મોરબીના રંગપર નજીક એલસીબી ટીમે દરોડો પાડી દોઢ કરોડનુ નશાકારક કોડીન સિરપની ૯૦ હજારથી વધુ બોટલ ઝડપી લીધી બાદ તપાસમા ઝારખંડથી કનેક્શન ખૂલ્યુ છે. તેમજ આ નશીલુ સિરપ મોરબીથી સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવાનુ હોવાનુ ખૂલ્યું. ટાઇલ્સના ધધાના આડમા નશાના કારોબારનો પર્દાફાશ થતા હાલમા નારકોટિક્સ એકટ મુજબ ગુન્હો નોંધાયો હતો.
મોરબી તાલુકાના રંગપર નજીક મોરબી એલસીબી ટીમે સેનેટરી અને ટાઇલ્સના ગોડાઉનમાં બાતમીને આધારે દરોડો પાડી ઝારખંડથી મંગવાયેલ નશીલી કોડીન સિરપનો દોઢેક કરોડનો ૯૦ હજાર બોટલ જેટલો જથ્થો ઝડપી લઈ ગોડાઉન સચાલક મનીષ પટેલ તેમજ કોડીનનો જથ્થો ઉતારવા આવેલા ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ કે, છેલ્લા દસેક દિવસથી ટાઇલ્સના ધધાના આડમા નશાનો કાળો કારોબાર શરૂ થયો હોવાનુ અને જેતપર મચ્છુ ગામના રવિ મહિપત કંડીયા નામના શખ્સે આ ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર શરૂ કર્યાનુ તેમજ આ સિરપ સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવાનુ હોવાનુ બહાર આવ્યુ છે. હાલમા પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર તમામ વિરુદ્ધ નાર્કોટિક્સ એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હોવાનુ જાણવા મળે છે.