દેશના આર્થિક વિકાસ દરમાં શું અનુમાન થયું ? વાંચો
કોણે અર્થતંત્રના વખાણ કર્યા ?
દેશના અર્થતંત્રમાં ઝડપ આવી છે અને અન્ય દેશો કરતાં વિકાસની ગતિ સારી રહી છે તેવા અનેક અહેવાલો બાદ દુનિયાની મોટી રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતના અર્થતંત્રના વખાણ કર્યા છે. દેશના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ભારે વધારો કરી દીધો હતો. આખા વર્ષમાં ભારતની પ્રગતિ ખૂબ જ સારી રહેવાની છે.
મૂડીઝે 2024 માટેના વિકાસ દરમાં 6.1 ટકામાં વધારો કરી 6.8 ટકા અનુમાન કર્યું છે. રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જી -20 માં ભારત ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે. એજન્સીએ એમ પણ કહ્યું છે કે 2023-24 ઓકટોબર -ડિસેમ્બરમાં સ્વદેશી અર્થવ્યવસ્થાની રફતાર અનુમાન કરતાં ઘણી ઝડપી રહી છે.
નવા જારી કરાયેલા આંકડા મુજબ સ્વદેસી અર્થવ્યવસ્થાએ ઝડપી રફતાર રાખી હતી અને આજે સ્થિતિ એવી છે કે ભારતની ટક્કરમાં કોઈ દેશ સામે દેખાતો નથી. વિશ્વમાં અત્યારે સૌથી ઝડપથી વિકસી રહેલો દેશ ભારત જ છે. પાછલા વર્ષની આ જ ત્રિમાસિક ગાળાની દર 4.3 ટકા રહી હતી.
બીજી બાજુ સરકાર દ્વારા જારી થયેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિયલ જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો અને નૉમિનલ જીડીપી ગ્રોથ 8.5 ટકા હતો.