બેન્ક કર્મીઓને શું લાભ થશે ? વાંચો
કઈ માંગણી પૂરી થવાની છે ?
દેશના બેન્ક કર્મીઓ માટે રાહતના સમાચાર બહાર આવ્યા હતા. એમની લાંબા સમયથી રહેલી વીકમાં 5 દિવસ વર્કિંગ મોડલની માંગ સંતોષાઈ જવાની છે. સાથોસાથ બેન્ક કર્મીઓના પગારમાં વધારો પણ થવાનો છે તેવા અહેવાલો બહાર આવ્યા હતા. લાખો કર્મીઓને ઘણી રાહત મળશે. ચાલુ વર્ષે જ મોડલ લાગુ થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે જ 5 ડે વર્કિંગ મોડલની માંગ માણી શકે છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ બેન્કોમાં વીકમાં 5 દિવસ જ કામ કરવાનું રહેશે. ચાલુ વર્ષે જ આ નિયમ લાગુ થયા બાદ જૂન માસમાં કર્મીઓના પગારમાં વધારો પણ થઈ શકે છે.
બેન્ક કારમી યુનિયનોના ગઠબંધન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને નાણામંત્રી નિર્મલા સિતારમણને પત્ર પાઠવીને કર્મીઓ માટે વીકમાં 5 દિવસ કામ માટેનો નિયમ લાગુ કરવાની માંગ કરી હતી અને બધા જ શનિવાર અને રવિવારે રાજા રાખવાની પણ માંગ કરી હતી. સાથોસાથ એવી ખાતરી પણ નાણાંમંત્રીને આપી હતી કે બેન્ક કર્મીઓ અને અધિકારીઓના કામના કલાકમાં કોઈ ઘટાડો કરાશે નહીં.
આ ઉપરાંત દેશના 9 લાખ જેટલા બેન્ક કર્મીઓ માટે પગાર વધારાની વાત પણ થઈ રહી છે અને જૂન માસમાં આ વધારો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા આબાબતએ પણ મંજૂરી મળી જવાની આશા છે. આમ લાખો કર્મીઓ માટે ચાલુ વર્ષ ઘણું લાભદાયી રહી શકે છે.
