હોળીથી જ હીટવેવ હવામાન વૈજ્ઞાનિકોની આગાહી
ઠંડી પૂરી થતાં જ ગરમીએ દસ્તક દીધા છે એટલે વસંતનો દૌર ઓછો:હવામાન સાયકલ ઉપર અલનીનોનો પ્રભાવ યથાવત
આજથી માર્ચ મહિનો શરુ થઇ ગયો છે અને સાથે સાથે ઉનાળો પણ શરૂ થયો હોય તેવું મહેસૂસ થઈ રહ્યું છે. સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. પરંતુ દિવસના ગરમી લાગવા લાગી છે. ગરમીને લઈને વેધર એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિતા ઉપજાવનારી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતે હોળીથી જ હીટવેવ શરૂ થઈ જશે. હોળી આ વર્ષે ૨૪ તારીખે અને ધૂળેટી ૨૫ તારીખે છે.
આઈએમડીના પૂર્વ મહાનિદેશક કે જે રમેશના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી મોનસૂન સીઝન આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે. આઈએમડીના જણાવ્યાં મુજબ આ વર્ષે હોળીની આજુબાજુ દેશના તમામ રાજ્યોમાં હીટવેવ જોવા મળી શકે છે. તેની પાછળનું પહેલું કારણ એ છે કે હોળી આ વખતે માર્ચના અંતિમ સપ્તાહમાં છે. જ્યારે દક્ષિણ ભારતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એ છે કે દક્ષિણ ભારતમાં હાલ દિવસનું તાપમાન ૪થી ૬ ડિગ્રી સિલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં હાલ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળ્યું છે.
હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આપણે મૌસમી ચક્રના એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે શિયાળો પૂરો થતાની સાથે જ તરત ગરમી દસ્તક આપવા લાગી છે. આવામાં વસંતનો દોર ખુબ ઓછો કે નહિવત રહી ગયો છે. દુનિયાભરના હવામાન પર અલનીનોની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. અલનીનોના કારણે પ્રશાંત મહાસાગર જ નહીં પરંતુ બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરની સપાટીની તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે ગત એક વર્ષમાં સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. ગત વર્ષ દેશમાં હીટવેવ દક્ષિણ ભારતમાં ૩ માર્ચથી શરૂ થઈ હતી.
લૂની આ સ્થિતિ દેશભરમાં મેના ત્રીજા અઠવાડિયા સુધી રહી હતી. જ્યારે ૨૦૨૨માં હીટવેવ ૧૧ માર્ચથી શરૂ થઈ હતી અને દેશભરમાં જૂનના પહેલા અઠવાડિયા સુધી યથાવત જોવા મળી હતી.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયર્મેન્ટે હવામાનને લઈને એક સ્ટડી કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા ૪૫ વર્ષમાં એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યારે હવામાન સામાન્ય રહ્યું હોય, જ્યારે હવામાનમાં પીક ઈવેન્ટ ન થયું હોય. વર્ષ ૨૦૨૩માં જ ૩૬૫ દિવસ પીક ઈવેન્ટનો રહ્યો. પીક ઈવેન્ટ આશય મૌસમી ફેરફાર જેમ કે પૂર, હિમવર્ષા, વધુ પડતી ગરમી, ઠંડી સાથે જોડાયેલી એવી ઘટનાઓથી થાય છે જેનાથી લોકો વધુ પ્રભાવિત થાય છે.