સેન્સેક્સના કડાકામાં રોકાણકારોએ કેટલા કરોડ ગુમાવ્યા..વાંચો
શેરબજારમાં ફરી મંદીવાળાનો ખેલ શરુ થયો છે અને તેમાં નાના રોકાણકારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બુધવારે થયેલા સેન્સેક્સના ૮૦૦ પોઈન્ટના કડાકાને લીધે રોકાણકારોને ૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયુ છે. . બીએસઇના ડેટા અનુસાર સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઈની માર્કેટ કેપ એક દિવસ પહેલા 392 લાખ કરોડ રૂપિયાની નજીક હતી. જે આજે ઘટીને 386 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં બીએસઈની માર્કેટ કેપ 387 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
આટલા મોટા ધોવાણની વચ્ચે પણ કેટલીક કંપનીઓના શેર લીલા નિશાન પર રહ્યાં હતા જેમાં જિંદાલ વર્લ્ડવાઇડનો શેર ટોપ ગેઇનર તરીકે ઉભરી આવ્યો હતો, તેના શેરના ભાવમાં 13.56 ટકાનો પ્રભાવશાળી ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (7.95%), એજીસ લોજિસ્ટિક્સ (6.52%), ડ્રીમફોક્ઝ સર્વિસ (5.49%) અને હેવેલ્સ ઇન્ડિયા (4.47%)નો ક્રમ આવે છે.