સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આ દિવસે માવઠાની શક્યતા
ઠંડીનો ચમકારો પણ વધશે: માછીમારોને પણ અપાઈ ચેતવણી
રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટરબન્સ 1 માર્ચે સક્રીય થતા કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે અને 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના શહેરમાં કમોસમી વરસાદ પડશે, આ સાથે અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિત શહેરમાં કમોમસી વરસાદ રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે.આ સમય દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે. હવામાન વિભાગે ઠંડીનો ચમકારો રહેવાની પણ આગાહી કરી છે.