પંકજ ઉધાસની અંતિમ યાત્રામાં અનેક જોડાયા : બોલિવુડે આપી શ્રદ્ધાંજલિ
મહાન ગઝલ અને પાર્શ્વગાયક પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં અનેક સેલીબ્રીટી જોડાઈ હતી. લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતા.
અભિનેતા સની દેઓલે ગઝલ ગાયક પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “પંકજ જીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. અમે ખરેખર એક રત્ન ગુમાવ્યું છે,
પીઢ અભિનેતા અનુપમ ખેરે સોમવારે અંતિમ શ્વાસ લેનાર સ્વર્ગસ્થ ગઝલ ઉસ્તાદ પંકજ ઉધાસની યાદમાં એક લાગણીશીલ વીડિયો શેર કર્યો હતો. અભિનેતાએ કહ્યું, “હવે તમે સ્વર્ગમાં પરફોર્મ કરશો.”
સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સ્વર્ગસ્થ ગાયકનો ફોટો શેર કર્યો અને લખ્યું, “સર, તમારી આત્માને શાંતિ મળે. સુંદર અંતર આત્મા.”
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, “ઓમ શાંતિ. તમારો અવાજ હંમેશા અમારી સાથે રહેશે. અનુ મલિકે પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, “તે એક અમૂલ્ય માનવી હતા… હું કહીશ કે તે હીરા જેવા હતા.અભિનેતા અર્જુન રામપાલે તેના X હેન્ડલ પર લખ્યું, “તમારા આત્માને શાંતિ મળે પંકજ ઉધાસ જી, સદાબહાર સંગીત માટે આભાર.
કરીના કપૂર ખાને સ્વર્ગસ્થ ગાયક પંકજ ઉધાસની એક તસવીર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. “શાંતિથી આરામ કરો,” તેમણે લખ્યું. આ બાજુ સુનીલ શેટ્ટીએ પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સોનુ નિગમે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, “મારા બાળપણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આજે ખોવાઈ ગયો છે. અભિષેક બચ્ચને કહ્યું – ‘તેમનું અવસાન આપણા સંગીત જગત માટે અપુરતી ખોટ છે’, તો માધુરી દીક્ષિત નેનેએ જણાવ્યું – ‘તેમની ગઝલો દુનિયાભરના લોકોના આત્માને સ્પર્શી ગઈ.”