હળવદ હાઈ-વે ઉપર રૂ.11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડાયો
26 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ
એમપીના જાંબુવામાંથી વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ
મધ્યપ્રદેશના જાંબુવામાંથી દારૂનો જથ્થો ભરી હળવદ હાઈ-વે પર સુખપુર ગામે આવેલ હાઈ-વે ઉપર આવેલ રામદેવ હોટલના પાર્કિંગમાં કટિંગ થાય તે પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. રૂ.26.10 લાખનો મુદ્દમાલ કબે કર્યો હતો.
હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં દારૂનું કટિંગ થવાનું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે દરોડો પાડી ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો ભરેલ ટ્રક પકડી પડ્યો હતો. તેમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની રૂ.11,04,000ની કિમતની 7440 જેટલી બોટલો તેમજ મોબાઈલ કિંમત 5500 રોકડ રકમ તેમજ 15 લાખનો ટ્રક મળી રૂ. 26,10,280 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ટ્રક ચાલક મધ્ય પ્રદેશના જાંબુવાનો અનિલ મંગુભાઈ મેડાની પૂછપરછ કરતાં અન્ય ત્રણના નામ ખૂલ્યા હતા. જેમાં સાજેલી રહેવાસી મહેશ નીનામા અને પીટોલ રહેવાસી કૈલાશ રતનભાઇ ખરાડી એ આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અન્ય એક આરોપી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ મોનેટરિંગ સેલના પીએસઆઇ એમ એચ સીનોલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી