Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

બાઝબોલ’ની હવા નીકળી ગઈ ! ભારત સામે ઈંગ્લેન્ડ પરાજિત

Tue, February 27 2024

ભારતને ૮૪ રને પ્રથમ ઝટકો લાગ્યા બાદ ૩૬ રનમાં ૪ વિકેટ પડી ગઈ: જો કે ધ્રુવ-ગીલે ૭૨ રનની ભાગીદારી કરી ટીમને અપાવી જીત

હવે છેલ્લી ટેસ્ટ ૭ માર્ચથી ધર્મશાલામાં રમાશે

રાંચી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩-૧થી અજેય' લીડ મેળવી લીધી છે મતલબ કે ભારત ઘરઆંગણે ૧૭મી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે. એકંદરેબાઝબોલ’ની ભારતમાં હવા નીકળી ગઈ હોય તેમ બેન સ્ટોક્સના કેપ્ટન અને બ્રેન્ડન મેક્કયુલમ (બાઝ)ના કોચ બન્યા બાદ ઈંગ્લેન્ડ પહેલી વખત ટેસ્ટ શ્રેણી હાર્યું છે. છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડ ટીમ એક પણ ટેસ્ટ શ્રેણી હારી ન્હોતી.
આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે જો રુટની સદીની મદદથી ૩૫૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૩૦૭ રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં ૪૬ રનની લીડ લઈને બીજો દાવ શરૂ કર્યો હતો. જો કે તેમાં તે ૧૪૫ રન જ બનાવી શકી હતી જે ભારતની જીત માટે સરળ કહી શકાય તેમ હતા. ઈંગ્લેન્ડ ટીમ પાસે પ્રથમ બે દિવસ લીડ હતી પરંતુ ત્રીજા દિવસે ભારતે મેચ ઉપર પકડ બનાવી લીધી હતી.
ભારતીય ટીમ ૧૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો કેપ્ટન રોહિત સાથે યશસ્વી જયસ્વાલે મજબૂત શરૂઆત અપાવી હતી. ૮૪ રને ભારતને યશસ્વીના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો અને જોતજોતામાં પાંચ વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્મા ફિફટી બનાવીને આઉટ થયો તો રજત પાટીદાર ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. આવી જ રીતે રવીન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન પણ કશું ખાસ કરી શક્યા ન્હોતા. જો કે ધ્રુવ ઝુરેલે શુભમન ગીલ સાથે મળીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું. ધ્રુવ ઝુરેલે અણનમ ૩૯ તો શુભમન ગીલે અણનમ ૫૨ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે ૧૩૬ દડામાં ૭૨ રનની ભાગીદારી થઈ હતી જે ભારતની જીત માટે કારગત નિવડી હતી.


ભારતે ૧૧ વર્ષ જૂના દુકાળનો અંત આણ્યો
ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવવાની સાથે જ ભારતે ૧૧ વર્ષ જૂના દુકાળનો અંત આણ્યો છે. ૨૦૧૩ બાદ પહેલી વખત ભારતમાં ૧૫૦+નો લક્ષ્યાંક ચેઈઝ થયો છે. ભારતે ઘરઆંગણે સૌથી મોટો ૩૮૭ રનનો લક્ષ્યાંક ૨૦૦૮માં હાંસલ કર્યો હતો. છેલ્લે ૨૦૧૩-માર્ચમાં ભારતે ઓસ્ટે્રલિયા સામે ૧૫૮ રનના ટાર્ગેટને ચેઈઝ કર્યો હતો.


પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે
ઈંગ્લેન્ડ સામે ૩-૧ની અજેય લીડ મેળવીને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજો ક્રમ હાંસલ કર્યા છે. ટેબલમાં ન્યુઝીલેન્ડ અત્યારે પ્રથમ ક્રમે છે. રાંચી ટેસ્ટ પહેલાં ભારતના સાત મેચમાં ૫૦ પોઈન્ટ હતા જે રાંચી ટેસ્ટ જીત્યા બાદ ૬૨ થઈ ગયા છે. ભારતની પોઈન્ટ ટકાવારી ૫૯.૫૨થી વધીને ૬૪.૫૮% થઈ ગઈ છે.


અશ્વિને પુજારાને પાછળ છોડ્યો, ધોની-રોહિતની કરી બરાબરી
ઈંગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટની જીતમાં મહત્ત્વનું યોગદાન આપનાર આર.અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ખેડવી હતી. આ સાથે જ તેણે ચેતેશ્વર પુજારાને પાછળ છોડ્યો છે તો ધોની-રોહિતની બરાબરી કરી છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ જીતનો હિસ્સો રહેવા મામલે અશ્વિને રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિન ૫૮ જીતમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો છે. જ્યારે આ યાદીમાં બીજા ક્રમે કોહલી છે જે ૫૯ મેચની જીતમાં ભારતીય ટીમમાં સામેલ રહ્યો છે તો સચિન તેંડુકલર ૭૨ મેચ સાથે પ્રથમ ક્રમે છે.

Share Article

Other Articles

Previous

પેટના દુખાવા તેમજ અપચાને ન ગણવા સામાન્ય, થઇ શકે છે ગંભીર રોગ !

Next

પેટીએમ પેમેન્ટ બેંકના મેનેજમેન્ટમાં ભૂકંપ, ચેરમેન પદેથી વિજય શેખરે આપ્યું રાજીનામું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
11 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
11 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
12 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

પડધરીમાં અપરાધીઓના વીજજોડાણ કટ્ટ કરાવતી પોલીસ
ક્રાઇમ
4 મહિના પહેલા
આજે ગુરુ પૂર્ણિમા: જીવન જીવવાનો સાચો માર્ગ દેખાડે તે ગુરુ
ધાર્મિક
1 વર્ષ પહેલા
હવે ગટરના પાણીમાંથી દૂર્ગંધ નહીં આવે !
રાજકોટ
2 વર્ષ પહેલા
દક્ષિણ કોરિયાની વિનાશક આગમાં 24ના મોત : 1300 વર્ષ જૂના બૌધ્ધ મઠ સહિત 200 ઇમારતો બળીને ખાખ
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર