ભારતીય પરિવારોના ખર્ચમાં કેટલો વધારો ? જુઓ
સર્વેમાં શું નીકળી હકીકત ?
ભારતના અર્થતંત્રમાં સારી વિકાસની ગતિ ચાલુ જ રહી છે અને દરેક મોરચે પ્રગતિ થઈ રહી છે ત્યારે ભારતીય પરિવારો પણ ભારે મોજ કરી રહ્યા છે અને દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. એમની પાસે ખરીદીનો સારો અવકાશ રહ્યો છે અને નાણાકીય ઉપલબ્ધતા પણ સારી રહી છે. આ વાતને ટેકો આપતો એક અહેવાલ જારી થયો છે જે સરકાર અને પ્રજા માટે ખુશીનો છે.
સરકારી અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે પાછલા એક દાસકામાં ભારતીય પરિવારોનો ઘર ખર્ચ બમણો થઈ ગયો છે. કંપનીઓ ખૂબ કમાણી કરી રહી છે અને સરકારને પણ ટેક્સની સારી આવક થઈ રહી છે. ઘર ખર્ચ દિલ ખોલીને વધી રહ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ફૂડ માટે ઓછો અને અન્ય ચીજોની ખરીદી વધુ લોકો કરી રહ્યા છે.
ઘરમાં ખાવાના સામાન પાછળ ઓછો અને ટીવી સેટ,કપડાં તથા મનોરંજનની અન્ય ચીજો પાછળ લોકોએ પાછલા એક દાસકામાં સૌથી વધુ ખર્ચ કર્યો હતો અને તે ડબલ થઈ ગયો હતો. બ્લૂમબર્ગના અહેવાલમાં પણ આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સરકારી સર્વે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં દર મહીનાના વપરાશમાં ભોજનની ભાગીદારીમાં ઘટાડો થયો હતો. જે 53 ટકાથી ઘટી 46.4 ટકા થયો હતો.
જ્યારે ખાવા સિવાયના બીજા ખર્ચમાં 47 ટકા વધીને 53.6 ટકાનો વધારો થયો હતો. શહેરી વિસ્તારોમાં પણ ભોજન માટે ઓછો ખર્ચ થયો છે અને અન્ય ચીજોની ખરીદી 60.8 ટકા રહી હતી જે 2011 -12 ની તુલનામાં 57.4 ટકા હતી. શહેરી વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ વધીને રૂપિયા 6459 થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રતિ વ્યક્તિ ખર્ચ ખૂબ વધી ગયો હતો.