ઉત્તરાખંડ: હલ્દવાની હિંસાનો માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિક દિલ્હીથી ઝડપાયો
ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લાના બનભૂલપુરામાં ગત 8મી ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસાના માસ્ટર માઈન્ડને અંતે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસવડાએ એવી માહિતી આપી હતી કે, માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકને પોલીસે દિલ્હીમાંથી પકડી લીધો હતો અને હિંસા બાદથી તે ફરાર હતો.
અબ્દુલ મલિકને પોલીસની અનેક ટીમો અલગ-અલગ વિસ્તારોમાં શોધી રહી હતી અને તેના વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જારી થઈ હતી. પકડાયા પહેલા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરેલી છે અને તેના પર 27મીએ સુનાવણી થવાની છે. જો કે તે પહેલા જ પોલીસ તેને પકડી લીધો હતો.
અબ્દુલ મલિકની સતત પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને હિંસાનો પ્લાન તેણે ક્યારે બનાવ્યો હતો? અને કેટલા લોકો તેની સાથે સામેલ હતા? તેની હકીકતો પોલીસ તેની પાસેથી કઢાવી રહી છે. અન્ય કેટલાક લોકો પણ ઝડપાય જવાની સંભાવના છે.