કેવી ઘટના બની રાજસ્થાનના નાગોરમાં ? વાંચો
કેટલા લોકો કઈ રીતે મૃત્યુ પામ્યા ?
રાજસ્થાનના નાગૌરમાં આવેલા ડેગાના ખાતે વિશ્વકર્મા જયંતિના અવસરે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. અહીં એક કાર શોભાયાત્રા પર ફરી વળી હતી. જેના લીધે ડઝનેક લોકો કાર નીચે કચડાઈ ગયા હતા. 2 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને અન્ય ઘાયલોને અજમેર રિફર કરી દેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના બાદ ડેગાના ખાતે આવેલી હોસ્પિટલમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ખરેખર કારચાલકને હાર્ટએટેક આવી ગયો હતો જેના લીધે તેણે ગાડી પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડી એટલી ઝડપે દોડી રહી હતી કે તે તેને કાબૂ ન કરી શક્યો અને ભીડ તેની લપેટમાં આવી ગઈ.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં દેખાય છે કે કેવી રીતે એક કાર લોકોની ભીડ પર ફરી વળે છે અને તેમને કચડીને આગળ વધી જાય છે. આ ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.