મેચ વખતે અમ્પાયર નશા’માં હેાય છે ?!
ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા બંગાળના મંત્રી મનેાજ તીવારીનેા ચોંકાવનારેા દાવેા
બંગાળ ક્રિકેટના સ્તંભ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦,૦૦૦થી વધુ રન બનાવનારા મનેાજ તીવારીએ બે દશકા લાંબા કરિયર બાદ સંન્યાસ જાહેર કર્યેા છે. તૃણમુલ કોંગ્રેસ નેતા અને બંગાળના રમત-ગમત મંત્રી તીવારીએ કહ્યું કે અમ્પાયર્સના હેંગઓવર (નશાને કારણે થતેા માથાનેા દુ:ખાવેા)થી લઈ ડે્રસિંગ રૂમનેા ખરાબ માહેાલ સહિતના અનેક કારણેા છે જેના કારણે આઈપીએલમાં રમતા અને કેાન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં રમવા માટે તૈયાર થઈ રહ્યા નથી. તીવારીએ કહ્યું કે મારા માટે અમ્પાયરિંગનેા મુદ્દેા સૌથી મેાટેા છે. સંપૂર્ણ સમ્માન સાથે કહીશ કે ઘરેલું ક્રિકેટમાં અમ્પાયરિંગનું સ્તર એકદમ ખરાબ છે. ભારતીય ક્રિકેટ કંટ્રેાલ બેાર્ડે આ વિશે વિચાર કરવેા જોઈએ. આ એક-બે સિઝનથી નહીં બલ્કે ઘણા વર્ષેાથી બની રહ્યું છે. મેાટી ભૂલ તેા થાય જ છે સાથે સાથે જેની ક્યારેય કલ્પના પણ ન કરી હેાય તેવી ભૂલ પણ થઈ રહી છે. એક મેચમાં એક ઑફ સ્પીનર દરેક દડેા ફેંક્યા બાદ દેકારેા કરી રહ્યેા હતેા. ઘણા બેાલરેા આવું કરતા હેાય છે. જાણે કે તે દડા ઉપર કેાઈ ઉર્જા લગાવી રહ્યેા હેાય અને
અહહહહ’ જેવેા અવાજ પણ કરતેા હેાય છે. આ મામલે એક ઑફ સ્પિનરે `નેાઓઓઓ’નેા દેકારેા કર્યેા હતેા. પહેલાં તેા મેં તેને નજરઅંદાજ કર્યેા પરંતુ તે હરકત બંધ જ કરી રહ્યેા ન્હેાતેા. આ પછી હું અમ્પાયર પાસે ફરિયાદ કરવા ગયેા તેા અમ્પાયરે કહ્યું કે મને આવેા કેાઈ જ દેકારેા સંભળાઈ રહ્યેા નથી !
એ જ મેચમાં અમ્પાયર દરેક ડિલિવરી બાદ નેા-બેાલના નિર્ણયને ત્રીજા અમ્પાયર પર છેાડી રહ્યા હતા. મે પૂછયું કે તમે આવું શા માટે કરી રહ્યા છેા તેા તેણે એવેા જવાબ આપ્યેા કે હું દરેક બેાલરની પૉપિંગ ક્રિઝ કેવી રીતે જોઈ શકું ? જો હું એ જોઉં કે બેાલરનેા પગ ક્યાં પડે છે તેા પછી હું એ નહીં જોઈ શકું કે દડાનું શું થાય છે. ક્યારેક ક્યારેક અમ્પાયર બેટર દ્વારા દડાને નીક કરવાનેા અવાજ સાંભળી શકતા નથી પરંતુ મેદાન પર રહેલા દર્શકેા બધું જ સાંભળતા હેાય છે.
દરેક અમ્પાયરનેા પણ ડેાપ ટેસ્ટ જરૂરી
મનેાજ તીવારીએ સુચન કર્યું કે જેવી રીતે ખેલાડીનેા ડેાપ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમ્પાયરેાનેા પણ થવેા જોઈએ. અનેક વખત મેં અમ્પાયરેાને હેંગઓવર સામે ઝઝૂમતાં જોયા છે. તેઓ રીતસરના ઉંઘમાં હેાય તેવું લાગે છે. મેં એક અમ્પાયરને પૂછયું કે સર, ગત રાત્રે તમે શું લીધું હતું તેા તેણે જવાબ આપ્યેા કે મને વ્હીસ્કી પસંદ છે !