Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં જામનગર રોડ પર લૂંટ વિથ મર્ડર ની ઘટના માં મહિલાની હત્યાનો ભેદ ખુલી ગયો : શું કહ્યું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે, જુઓ વિડિયો

Mon, February 19 2024

રાજકોટના જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ સામે શિવસાગર સોસાયટીમા વેલેન્ટાઇન ડે ના દિવસે તા.૧૪/૨ના રોજ હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ(ઉ.વ.૨૭) નામની મહિલાની હત્યાની તપાસમા નવો વણાક આવ્યો હતો. શરૂઆતથી પરિણીતાની હત્યા તેના પતિએ કર્યાની પોલીસની તપાસ બાદ હત્યામા તેના કૌટુબિક ભત્રીજાની સડોવણી બહાર આવ્યા બાદ ક્રાઇમ બ્રાચની ટીમે હત્યારા ભત્રીજા અયોધ્યા ચોકડી, યોગરાજનગર, શીવસાગર પાર્ક બ્લોક, જામનગર રોડ, ન્યુ કોર્ટ બીલ્ડીંગ પાછળ પ્રેમ ભરત જેઠવા(ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી. પ્રેમે પ્રેમિકાને “વેલેન્ટાઇન ડે”ની ગિફ્ટ આપવા કાકીનુ કાસળ કાઢ્યુ હોવાનુ તપાસમા જાણવા મળ્યુ છે. પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા સાથે લૂટ કરાયેલ રોકડ અને દાગીના સહિત રૂ.૨.૧૭ લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
પકડાયેલ પ્રેમ ભરત જેઠવાની સગીર પ્રેમિકાને વેલેન્ટાઇન ડે ના દિવસે મોંધી ગિફ્ટ આપવા માગતો હતો. મોજશોખ વાળુ અને ઐયાશી ભર્યું જીવન જીવવા માટે તથા પોતાની નાની મોટી જરૂરીયાતો પુરી કરવા કોઇપણ ભોગે રૂપીયાની જરૂરીયાત હતી જેથી પ્રેમ વેલેન્ટાઇન ડે ના દિવસે તા.૧૪/૨/૨૦૨૪ ના પોતાના કૌટુબીક કાકા અલ્પેશભાઈ વરૂના ઘરે ગયો હતો.

ત્યારે તેના કાકી હેમાલીબેન ફળીયામાં સાફ-સફાઇ કરતા હતા અને ઘરમા અન્ય કોઇ હાજર ન હોય પોતે ઢીંગલીને રમાડવા આવ્યો છે. તેમ કહી ઘરમા પ્રવેશ કરી હેમાલીબેન બહાર કામ કરતા હતા ત્યારે કબાટ વાળા રૂમમા જઇ કબાટ ખોલી તેમા પડેલ સોનાના ચેઇન ખીસ્સામા નાખતો હતો. તે હેમાલીબેન જોઈ જતા બોલાચાલી ઝઘડો થતા આ બનાવની જાણ કરવા હેમાલીબેનએ આરોપીના મમ્મીને ફોન કરતા આરોપી ગુસ્સામાં આવી ઉશ્કેરાઈ જઈ નાની બાળકી રૂહીની હાજરીમા હેમાલીબેનનું મોઢુ દબાવી બેડ ઉપર પછાડી નજીક પડેલ કાતરથી હેમાલીબેનના ગળામા કાતરના ઘા મારી મોત નિપજાવી ફરીથી કબાટ વાળા રૂમમા જઈ કબાટમા બાકી રહેલા બીજા સોનાના દાગીના ચોરી બહારથી બારણુ બધ કરી નાસી ગયેલ હતો.

હત્યામા હેમાલીબેનના પતિ અલ્પેશ ઉપર શકા જતા પોલીસે તેણી પૂછપરછ કરતા ગભરાયેલા અલ્પેશે નાછૂટકે હત્યાની કબૂલાત આપી હતી,જોકે ક્રાઇમ બ્રાચની તપાસમા હત્યામા પુરાવા અને ટેકનિકલ બાબતોની તપાસમા અલ્પેશ નહિ પણ હત્યારો અન્ય હોવાની માહિતી સામે આવ્યા બાદ એક પછી એક ટેકનિકલ રીતે તાપસ બાદ હત્યા પ્રેમ ભરત જેઠવા કરી હોવાનુ સામે આવ્યુ હતુ. જેની પોલીસે ધરપડક કરી રૂ.૨.૧૭ લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિહ ગોહીલ, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચના પીઆઈ એમ.આર. ગોંડલીયાના સાથે પીએસઆઇ ડી.સી. સાકરીયા, એમ.જે. હુણ, એ.એન. પરમાર, એ.એસ. ગરચર, તથા તેમની ટીમ દ્વારા કામગીરી કરવામા આવી હતી

બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખો:પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ
પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે પ્રજા જોગ સદેશ આપતા જણાવ્યુ કે, હાલ નાની ઉમરમાં યુવાનો ઇંસ્ટાગ્રામ અને ફેસબુકના રવાડે ચડી દોસ્તી કરે છે અને ગર્લફેન્ડની માગણી સંતોષવા માટે ગુનાના રવાડે ચડી જાય છે. પકડાયેલ આરોપી પ્રેમએ માત્ર ૨૦ વર્ષની ઉમરે ભૌતિકતાવાદી જીવન જીવવાની ઘેલછામાં તથા સોશ્યલ મીડીયાના પ્રભાવમા આવી પોતાના ઉંચા મોજશોખ પુરા કરવા અને ઐયાશી ભર્યા જીવન જીવવાના કારણે લૂટ અને હત્યાના ગુનાને અજામ આપ્યો હતો. નાની ઉમરે બાળકો ભૌતિકતાવાદી જીવન અને સોશ્યલ મીડીયાની અતિશયોક્તિમાં આવી ગેરમાર્ગે જતા હોય છે તેને અટકાવવા માટે વાલીઓએ પોતાના સતાનો શુ કરે છે? તેનુ ધ્યાન રાખવુ ખુબ જ જરૂરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સીટી બસમાંથી ભયાનક પ્રદૂષણ ફેલાવતા ધુમાડાના ગોટેગોટા નીકળતા રાહદારીઓ મૂંઝાયા : જુઓ વિડિયો

Next

વડાપ્રધાન ક્યાં વિસ્તારની લેશે મુલાકાત ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
3 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
3 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
3 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

દર્દીના મગજનું ઓપરેશન કર્યું અને ખુલ્લા મગજ સાથે ફોટા લીધા, જીજી હોસ્પિટલનાં બે ડોક્ટર સસ્પેન્ડ
ગુજરાત
2 વર્ષ પહેલા
કિરોન પોલાર્ડ બન્યો ૯૦૦ `સિક્સરમેન’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રક્ષાબંધન પર ઘરે જવા માટે મળશે ટ્રેનમાં કન્ફર્મ સીટ, જાણો કેવી રીતે ??
ગુજરાત
2 વર્ષ પહેલા
પેપર લીકના વિવાદ વચ્ચે NEET-UG કાઉન્સેલિંગ મોકૂફ : નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર