મમતા બેનરજીએ શું કહ્યું મોદી વિષે ? વાંચો
ઇડી બારામાં શું બોલ્યા ?
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને અત્યાચારની ઘટનાઓને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘અમને કંઈપણ બોલવાનો અધિકાર નથી. જો કંઈપણ બોલીશું તો ઈડીની ટીમ ઘરે પહોંચી જશે.’
શનિવારે એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ કહ્યું કે,’મૂળભૂત અધિકારો અને દેશની સાર્વભૌમત્વ વચ્ચેના સંતુલનને નુકસાન ન થવું જોઈએ. બંધારણ માત્ર એજન્સી દ્વારા ચલાવવામાં આવશે, તો અમે તેને સ્વીકારી શકીએ નહીં.જો બંધારણ બદલવાની જરૂર હોય તો તે અમુક વિચારધારા કે અમુક દૃષ્ટિકોણને ખુશ કરવા માટે છે. જો કોઈ આપણને કહે કે શું ખાવું, શું પહેરવું કે કઈ ભાષા બોલવી જોઈએ તો લોકશાહી અને બંધારણની શું જરૂર છે. અમે શાંતિથી જીવવા માગીએ છીએ અને દરેકને આ કરવાનો અધિકાર છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના મમતાબેનરજીએ કહ્યું કે, ‘મે રાજીવ ગાંધીથી લઈને મનમોહન સિંહ સુધીના ઘણાં વડાપ્રધાનો સાથે કામ કર્યું છે, પરંતુ ‘આવા સારા વડાપ્રધાન’ જોયા નથી.’
