સંપત્તિનું મૂલ્ય વધારે દેખાડી લોન મેળવી હતી
છેતરપિંડીના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 2946 કરોડનો દંડ
ટ્રમ્પના બન્ને પુત્રોને પણ 66 કરોડનો ચાંદલો
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને છેતરપિંડીના એક સિવિલ કેસમાં ન્યૂયોર્ક ની અદાલતે 355 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 2946 કરોડનો દંડ ફટકાર્યો હતો. સાથે જ તેમના પર ત્રણ વર્ષ સુધી ન્યૂયોર્કની એક પણ કોર્પોરેશનમાં ઓફિસર કે ડાયરેક્ટર બનવા ઉપર તથા ન્યૂયોર્કની એક પણ નાણાકીય સંસ્થા પાસેથી લોન માગવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. આ કેસમાં ડ્રોનના બંને પુત્રોને પણ ચાર ચાર મિલિયન ડોલરનો દંડ ફટ કરવામાં આવ્યો છે.
ન્યૂયોર્ક ના એટર્ની જનરલ લેટીટીયા જેમ્સે ટ્રમ્પ ઉપર આ કેસ કર્યો હતો. તેમાં ટ્રમ્પે 2011 થી 2021 દરમિયાન પોતાની સંપત્તિનું મૂલ્ય હોવું જોઈએ તેના કરતાં 18.30 હજાર કરોડ વધારે દર્શાવી બેંકો પાસેથી સસ્તી લોન તેમજ વીમા પ્રીમિયમમાં રાહત મેળવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસની ન્યાયાધીશ આર્થર એંગોરોન સમક્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી અને અંતે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત થયા હતા.
આ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પના બંને પુત્રો ડોનાલ્ડ જુનિયર અને એરિકને પણ ચાર ચાર લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ સીઈઓ એલેન વેરસબ્રગે ગુનો કબુલી લીધો હતો અને તેમને પણ એક મિલિયન ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે આ ચુકાદો માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે ન્યાયાધીશ આર્થર એંગોરોનને કુટીલ અને મહાભ્રષ્ટ ગણાવ્યા હતા. ટ્રમ્પે પોતાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડતાં અટકાવવાનું ડેમોક્રેટ્સનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના વકીલે આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પ અનેક કેસમાં ફસાયા.
ટ્રમ્પની મુશ્કેલીઓનો અંત દેખાતો નથી. અમેરિકાના કોલોરોડા અને મેઈન રાજ્યોએ તેમને પ્રાથમિક ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવ્યા હતા. એ ઉપરાંત તેમની સામે કેપિટલ હિંસા, જ્યોર્જિયાની ચૂંટણીમાં ગરબડ, પોર્ન સ્ટાર સ્ટોરમી ડેનિયલ ને પૈસા આપી ચૂપ કરી દેવા અંગે તેમ જ વ્હાઇટ હાઉસ ના ગુપ્ત દસ્તાવેજો પોતાના ઘરે લઈ જવા સહિત 19 કરતા વધારે ક્રિમિનલ અને સિવિલ કેસ ચાલી રહ્યા છે. તેમાંથી મોટાભાગના કેસ તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાનના તેમના કૃત્યો અને છેતરપિંડી ને લગતા છે.