અરવિંદ કેજરીવાલને ઇડીનું છઠ્ઠુ સમન્સ: ૧૯મીએ બોલાવ્યા
ચર્ચાસ્પદ દારૂનીતિ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીવાર ઇડીએ સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલને ૧૯મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. બુધવારે ઇડીએ છઠ્ઠુ સમન્સ પાઠવ્યું હતું. આ પહેલાના પાંચ સમન્સની કેજરીવાલે અવગણના કરી હતી.
ઇડીએ કેજરીવાલના આ વલણ અંગે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી અને હાઇકોર્ટે ઇડી સમક્ષ હાજર થઈ જવાનો આદેશ જારી કર્યો હતો. આ પહેલા કેજરીવાલે સમન્સ અંગે કહ્યું હતું કે, આ બધા ગેરકાયદે સમન્સ છે અને રાજકીય પ્રેરિત છે.