કોણ જોડાયું કોંગ્રેસમાં ? જુઓ
- હવે કઈ પાર્ટીમાં જશે ?
લોકસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાંથી નેતાઓ હાથ છોડી રહ્યા છે અને આ સિલસિલો ચાલુ જ રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. . તેમણે આજે રાજીનામું આપી દીધું હતું.ણ એ જ રીતે આસામમાંથી પણ કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા.
વિભાકર શાસ્ત્રી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. શાસ્ત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. વિભાકરે તેમાં લખ્યું કે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હું રાજીનામું આપી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસમાં જાણે રાજીનામાંની લહેર ચાલી હોય તેમ એક પછી એક મોટા અને જાણીતા નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા જઈ રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પણ કોંગ્રેસ છોડી ગયા હતા અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમના પહેલાં જાણીતા નેતા બાબા સિદ્દિકીએ પણ કોંગ્રેસ છોડવાની જાહેરાત સોશિયલ મીડિયા પર જ કરી દીધી હતી.
હજુ પણ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજયોમાંથી પણ વધુ કેટલાક કોંગ્રેસી નેતાઓ રાજીનામું આપશે તેવી ચર્ચા રહી છે. દરેક ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી હિજરત શરૂ થઈ જતી હોય છે અને આ પરંપરા ચાલુ જ રહી છે.