રાજકોટમાં રૈયાધારમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેમાં રૈયાધાર પાણીનાં ટાકા પાસે રહેતી જશીબેન ભુપતભાઇ બાવળિયા (ઉ વ ૩૮) વેહલી સવારે ઘરે હતી ત્યારે પતિને માથું દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં અચાનક ઉલ્ટી થઈ ઢળી પડી હતી. પરીવાર દ્વારા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઈમરજન્સી વોર્ડના ડોકટરે જોય તપાસી મૃત જાહેર કરી હતી. બનવા અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જશીબેન પોતે ગૃહિણી હતા.તેમના પતિ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે.તેમને સંતાનમાં ૧૦ વર્ષની દીકરી અને ૭ વર્ષનો પુત્ર છે. પરણિતાના મોત થી પરીવારમાં કલ્પાંત સર્જ્યો હતો.