રિક્ષા ચાલકનું એટીએમ બદલી ગઢીયાએ રૂ ૪૫૦૦૦ ઉપાડી લીધા
કુવાડવા રોડ પર આવેલા શહીદ ઉધમસીંહ ટાઉનશીપમાં રહેતા રીક્ષા ચાલક બોદુભાઈ હસનભાઈ સોલંકી ગત ૩૦ જાન્યુઆરીના જીમખાના પાસે આવેલ એસ.બી.આઈ બેન્કનાં એ.ટી.એમ.રૂમમાં પૈસા જમા કરાવવા માટે ગયેલ ત્યારે કોઈ શખ્સે મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લીધું હતું.બાદમાં વૃદ્ધને તેમના મોબાઈલમાં મેસેજ આવતા જાણવા મળ્યું હતું કે એકાઉન્ટમાંથી દશ દશ હજાર રૂપીયા એમ કુલ રૂપીયા ૨૦,૦૦૦/- એ.ટી.એમ કાર્ડથી ઉપડેલ છે.તેઓએ પોતાની પાસે રહેલ એ.ટી.એમ કાર્ડ જોતા તે કોઈ જમનદાસ માલવીયાનાં નામનુ હોવાનું માલુમ પડ્યું હતું. વૃદ્ધે પોતાનું ગૂગલ પે વ્યવહાર જોતા રુ ૪૫૦૦૦ ઉપડેલ હોવાની જાણ થયેલ.બનાવ અંગે એડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.