UAE ના વાતાવરણમાં અચાનક પલટો..દુબઈમાં ધોધમાર વરસાદ..કરાં પડ્યા…જુઓ
યુનાઇટેડ આરબ અમીરાત સામાન્ય રીતે રણ પ્રદેશ છે અને વરસાદ ભાગ્યે જ પડે છે પરંતુ ક્લાઈમેટ ચેન્જ જેવા કારણોસર હમણાં હમણાં અણધારીઓ વરસાદ પણ પડે છે. દિવાળીના તહેવારોમાં દુબઈમાં વરસાદ પડ્યા બાદ આજે સવારે ફરીથી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક સ્થળે તો કરાં પણ પડ્યા છે.
આજે સવારે દુબઈના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદની અસર જનજીવન ઉપર પણ પડી હતી.
વહીવટી તંત્રએ લોકોને આવા વાતાવરણમાં બીચ ઉપર નહીં જવા અને સલામત રહેવા એડવાઈઝરી જાહેર કરી છે..
આ ઉપરાંત આજે સરકારી ઓફિસો માટે રીમોટ વર્કિંગ ડે જાહેર કરવામાં આવ્યો છે.