શું ધડાકા થયા બિહારમાં ? જુઓ
કઈ પાર્ટીના સભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા ?
બિહારમાં આજે વિધાનસભામાં બહુમતી પરીક્ષણ પહેલા મોટા રાજકીય ધડાકા થયા હતા અને ભારે હલચલ મચી ગઈ હતી. રવિવારે ભાજપ અને જનતા દાળ યુના ધારાસભ્યોની અલગ અલગ બેઠક યોજાઇ હતી પણ બંને પક્ષના મળીને 15 સભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાનો ધડાકો થયો હતો અને ભારે રાજકીય દોડાદોડી થઈ ગઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્ય સંતોષ યાદવે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે ભાજપની બેઠકમાં 6 સભ્યો ગેરહાજર હતા અને જનતા દળ યુની બેઠકમાં 9 સભ્યો ગેરહાજર રહ્યા હતા. યાદવે તો એવો દાવો પણ કર્યો હતો કે નીતિશ કુમાર વિશ્વાસનો પ્રસ્તાવ હારી જશે અને ફરી એમણે રાજીનામું આપવું પડશે.
જ્યારે નીતિશ કુમારે કહ્યું હતું કે બહુમતીનો આંકડો અમારી સાથે છે અને અમે સરળતાથી આ કસોટી પાર કરી જાશું. જો કે રાજકીય હલચલ વચ્ચે બંને પાર્ટીના નેતાઓ બધાને એક જૂથ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જાત જાતના દાવા કરવામાં આવ્યા હતા.