પ્રજાને કરબોજનો ‘ડામ’ નામંજૂર કરી બજેટને ફુલગુલાબી’ બનાવતાં શાસકો
ચૂંટણીના વર્ષમાં નાનું અમથું રિસ્ક' લેવાનું પણ ટાળી દેવાયું
૧૭.૭૭ કરોડનો વેરા વધારાને ફગાવી દેતી સ્ટેન્ડિંગ કમિટી: ૫૦ કરોડની નવી ૧૮ યોજના ઉમેરાઈ; બજેટના કદમાં ૨૬ કરોડનો વધારો પેટા: પહેલી વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને
વિકાસ’ કરવા ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવાઈ, કોર્પોરેટરોની ગ્રાન્ટ પાંચ લાખ વધારાઈ વોર્ડ નં.૩,૧૧,૧૮માં નવા કોમ્યુનિટી હોલ, ૨ કરોડના ખર્ચે મનપાની બે શાળા બનશે મોડેલ સ્કૂલ'
પેડક રોડ પરનો વોંકળો ૩.૫૦ કરોડના ખર્ચે પાક્કો કરાશે, વધુ બે મહિલા હોકર્સ ઝોન બનશે તો વોર્ડ નં.૩માં ૧ કરોડના ખર્ચે બનશે લાયબ્રેરી રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુપ્રત કરાયેલા ડ્રાફ્ટ બજેટને નવા
વાઘા’ પહેરાવી મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી. એકંદરે લોકસભા ચૂંટણીનું વર્ષ હોવાથી મનપાના શાસકોએ લોકોને માઠું' લાગી જાય તેવું નાનું અમથું પણ રિસ્ક લેવાના મૂડમાં ન હોય તેવી રીતે મ્યુનિ.કમિશનરે સુચવેલા ૧૭.૭૭ કરોડના કરબોજને કલમના એક ઝાટકે ફગાવી દીધો હતો.
વેરાવધારો ઘટાડવાની સાથે સાથે પદાધિકારીઓએ બજેટમાં ૫૦ કરોડના ખર્ચે નવી ૧૮ યોજનાનો ઉમેરો કર્યો છે સાથે સાથે બજેટનું કદ પણ ૨૬ કરોડનું વધારીને ૨૮૪૩.૯૧ કરોડનું કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા સાકાર થઈ શકે તેવી જ યોજનાઓ જાહેર કરવા ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલી વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાના ઝોનમાં વિકાસ કરી શકે તે માટે ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો દરેક વોર્ડના કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પાંચ લાખનો વધારો કરીને ૨૦ લાખ કરાઈ છે. આ રીતે એક વોર્ડના ચાર કોર્પોરેટર પોતપોતાની ગ્રાન્ટમાંથી ૮૦ લાખ સુધીના વિકાસકાર્યો કરી શકે છે. જ્યારે વોર્ડ નં.૩, ૧૧, ૧૮માં નવા કોમ્યુનિટી હોલ, ૨ કરોડના ખર્ચે મહાપાલિકાની બે શાળાને
મોડેલ સ્કૂલ’, પેડક રોડ પરનો વોંકળો ૩.૫૦ કરોડના ખર્ચે પાક્કો બનાવવા, વધુ બે મહિલા હોકર્સ ઝોન તેમજ વોર્ડ નં.૩માં ૧ કરોડના ખર્ચે નવી લાયબ્રેરી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.