વડાપ્રધાને સાંસદોને સંભળાવ્યો આ ખાસ કિસ્સો, વાંચો
૮ સાંસદોને અચાનક ફોન કરીને સંસદની કેન્ટીનમાં બોલાવ્યા અને તેમની સાથે ભોજન લીધુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું. પીએમ મોદી સાથે લંચ કરનારા સાંસદોના નામ અનુક્રમે એલ. મુરુગન, રિતેશ પાંડે, હીના ગાવિત, કોનિયાક, એન. પ્રેમચંદ્રન, સમિત પાત્રા, રામ મોહન નાયડુ અને જામયાંગ સેરિંગ નામગ્યાલ છે. આ આઠેય સાંસદો એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટિનમાં રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યા બાદ સાંસદોને અનૌપચારિક લંચની જાણકારી મળી હતી. પ્રધાનમંત્રીએ સાંસદોને કહ્યું હતું કે, આવો તમને એક સજા આપવાની છે. પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજનમાં રાગીના લાડુ ખાધા હતા.
અચાનક પાકિસ્તાન જવાનો નિર્ણય ?
સૂત્રોના જણાવ્યા મુજબ લંચ દરમિયાન જ્યારે એક સાંસદે પીએમ મોદીને નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તેમની અચાનક મુલાકાત વિશે પૂછ્યું તો PMએ કહ્યું હતું કે, તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. જે બાદ તે અફઘાનિસ્તાન જવા રવાના થયા હતા. જ્યારે પરત આવતા હતા ત્યારે તેમણે પાકિસ્તાનમાં જ રહેવાનું નક્કી કર્યું. જોકે એસપીજીએ પણ આ બાબતનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે, એસપીજીના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ પાકિસ્તાન ગયા હતા.
PM મોદીએ વિવિધ અનુભવો વ્યક્ત કર્યા
સાંસદો સાથે લંચ લેતી વખતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવાસો, અનુભવો અને યોગ વિશે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ખિચડી તેમનો ફેવરિટ ફૂડ છે. PMએ એક સાંસદને કહ્યું કે કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે મને ખ્યાલ પણ નથી આવતો કે હું એક દિવસ પણ ઊંઘ્યા વિના ગયો છું. રિતેશ પાંડેએ પીએમ મોદીને ભુજ ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરવાના અનુભવ વિશે પૂછ્યું હતું તો એક સાંસદે કહ્યું કે મને પીએમઓ તરફથી ફોન આવ્યો કે પ્લીઝ આવો… પીએમ તમને મળવા માંગે છે. જ્યારે અમે કેન્ટીન પહોંચ્યા ત્યારે અમે વિઝિટર લોન્જમાં હતા. અમે બધાએ એકબીજા તરફ જોયું અને આશ્ચર્ય થયું કે અમને બધાને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા. સાંસદોએ કહ્યું કે તે એક અનૌપચારિક અનુભવ હતો