રેડીયોના અપ્રતિમ ચાહક મધુસુદન ભટ્ટ ૬૫ વર્ષમાં ૨ લાખ ગીતોની ફરમાઈશ
મંગળવારે વિશ્વ રેડિયો દિવસ: રેડિયોનાં ભવ્ય ભૂતકાળ….અને ઉજ્વળ ભવિષ્ય…નાં સાક્ષી વોઈસ ઓફ ડેનાં પેઈજ ગેસ્ટ
મધુસુદન ભટ્ટ પાસે જુના વાલ્વવાળા રેડીયોથી માંડીને આજના અત્યાધુનિક રેડીયોનું વિશાળ કલેક્શન જોવા મળે છે.
“આપ સુન રહે હૈં, આકાશવાણી કા કાર્યક્રમ આપ કી ફરમાઈશ, અબ સુનિયે સબ કુછ શીખા હમને ના શીખી હોશીંયારી.. ગીત કે બોલ લીખેં હૈં શૈલેન્દ્રને, ગીત કો આવાઝ દિ હૈ મુકેશ ને ઔર સંગીત હૈ શંકર-જયકિશન કા…. ઔર ઇસ ગાને કી ફરમાઈશ કી હૈ જયરાજ પ્લોટ, રાજકોટ સે મધુસુદન ભટ્ટ, આરતી ભટ્ટ, પુજા, જાસ્મિન ઔર પ્રયાગરાજ ભટ્ટ ને” આ ઉક્તિઓ અને ફરમાઈશમાં ઉલ્લેખ થયેલા નામો એવા છે જેણે રેડિયો પ્રસારણ થકી સમગ્ર ભારતના લોકહ્રદયમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રેડિયોની શોધથી લઈને આજ સુધી રેડિયો લોકજીવનનો એક અવિભાજય હિસ્સો બની ગયો છે, માત્ર તેના સ્વરૂપ બદલાયું છે. વાલ્વ વાળા રેડીયો સેટ્સ થી લઈને મોબાઈલ એપ્લીકેશન સુધી તેનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું છે. આજના બદલતા જતા સમયમાં પણ રેડિયો પ્રત્યે અપાર ચાહના ધરાવનારા રાજકોટના મધુસુદન ભટ્ટ વોઈસ ઓફ ડેના પેઈજ ગેસ્ટ છે અને એક વાતચીત દરમિયાન તેમના જીવનની અને રેડિયો વિશે ઘણી રસપ્રદ વાતો જાણવા મળી છે.

દર વર્ષે યુનેસ્કો દ્વારા તા. ૧૩મી ફેબ્રુઆરીને વર્ષ ૨૦૧૨ થી “વિશ્વ રેડિયો દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. “વોઈસ ઓફ ધ ડે” સાથેની વાતચીતમાં નેશનલ રેડિયો ૫ર રાજકોટના જાણીતા રેડીયો લિસનર એવા મધુસુદન ભટ્ટ જણાવે છે કે, તેઓ વર્ષ ૧૯૫૮ થી રેડીયો સાંભળે છે, અને પહેલો રેડીયો મારા નાનાજીએ મને ગિફ્ટમાં આપ્યો હતો. મારામાં રેડીયો સાંભળવાની ટેવ વિકસી તેનું કારણ હતા રેડીયો સિલોનના એનાઉન્સર ગોપાલ શર્મા… કારણ કે મને તેની બોલવાની શૈલી અને તેનો અવાજ એટલી હદે ગમ્યો કે હું તેમાં ઓતપ્રોત થઈ ગયો. પછી તો દરરોજ રેડીયો સાંભળવાનું મારો નિત્યક્રમ બની ગયો. છેલ્લા ૬પ વર્ષથી રેડીયો સાંભળું છું. છેલ્લા ૫૦ વર્ષથી દેશના વિવિધ રેડીયો સ્ટેશનમાં ગીતોની ફરમાઈશ મોકલું છું તથા એ ફરમાઈશ સાંભળું પણ છું.

રેડીયો પર ગીત સાંભળવા માટે આજ સુધીમાં ૨ લાખ થી વધુ ગીતોની ફરમાઈશ મોકલી છે. આ પરંપરા પોસ્ટકાર્ડ મોકલવાથી ચાલુ થઈ હતી જે હજુ ચાલુ જ છે, માત્ર તેનું સ્વરૂપ બદલાયું છે. હવે ગીતની ફરમાઈશ પોસ્ટકાર્ડના બદલે ઈ-મેઈલ અને વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવે છે.

પોતાની વાતમાં ઉમેરતા મધુસુદન ભટ્ટ કહે છે કે, રેડીયો પર ગીત સાંભળવાના મારા શોખને કારણે તે ફિલ્મ,ગીત,સંગીત,સંગીતકાર, ગીતકાર વિશે જાણવાની ઉત્કંઠાએ મને જાણતા અજાણતા જ ફિલ્મી ગીતોના પુસ્તકો, ફિલ્મોના પોસ્ટર્સનો સંગ્રાહક બનાવ્યો છે. મારી પાસે “રેર ઓફ રેરેસ્ટ સોંગ”નું પણ કલેક્શન જોવા મળે છે, જે ગીત રેડીયોમાં વાગ્યું હોય અને ફિલ્મમાં ન હોય અથવા ફિલ્મ રીલીઝ થયા પછી ફિલ્મમાંથી તે ગીતને દૂર કરી દેવાયું હોય.
પોતાના રેડીયો સેટ્સના કલેક્શન વીશે વાત કરતા મધુસુદન ભટ્ટ જણાાવે છે કે, તેમની પાસે હાલમાં ૪૦ થી વધુ રેડીયોનું સેટ્સનું કલેક્શન છે, જેમાં ૭૦ વર્ષ જુના વાલ્વ વાળા રેડીયોથી માંડીને તાજેતરમાં જ લોંન્ચ થયેલા કાંરવા સીરીઝના લેટેસ્ટ રેડીયો ઉપરાંત ઉછખ – ઉશલશફિંહ છફમશજ્ઞ ખજ્ઞક્ષમશફહયનું પણ એક મોડેલ મારા સંગ્રહમાં છે. મોબાઈલમાં ઘણી રેડીયોને લગતી મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરૂ છું, પરંતું રેડીયો સાંભળવાની સાચી મજા માત્ર રેડીયો સેટ્સમાં જ મળે છે. પહેલા હું ફરવા જતો ત્યારે રેડીયોની બેટરી(સેલ) સાથે લઈને જતો, હવે તો રેડીયો સેટ્સ ચાર્જ કરી શકાય તેવા આવી ગયા છે.
પોતાના રેડીયો ઈન્ટરવ્યુંની યાદોને વાગોળતા શ્રીમધુસુદન ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૭૯માં મેં રેડીયો સિલોનની મુલાકાત લીધી હતી. ત્યારે એ સમયના જાણીતા રેડીયો એનાઉન્સર દલબીરસીંહ પરમારે મારો ઈન્ટરવ્યુ ઓન એર કર્યો હતું. ૨૫ વર્ષ પછી જ્યારે હું ફરીવાર મને રેડીયો સિલોનની મુલાકાત લેવા મળી ત્યારે પદ્મિની પરેરાએ મારુ ઈન્ટરવ્યું કર્યો હતો. ઉપરાંત,થોડા વર્ષો પહેલા હું જમ્મુ-કાશ્મીર ફરવા ગયો હતો ત્યારે ઓલ ઈન્ડીયા રેડીયો-જમ્મુ દ્વારા પણ મારૂ ઈન્ટરવ્યું કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડીયા ઉર્દુ સર્વિસ-દિલ્લીમાં પણ મારૂ બે વાર મારૂ ઈન્ટરવ્યું ઓન એર થયો છે. જે મારા માટે ખુબ જ આનંદદાયક ક્ષણ હતી. છેલ્લા બે વર્ષથી હિટ્સ ઓફ બોલીવુડ નામના ઓનલાઈન રેડીયોમાં પણ આર.જે તરીકે સેવા આપું છું.
મધુસુદનભાઈ જણાવે છે કે, આજની તારીખે પણ હું રેડીયો સાંભળું છું, ગીત સાંભળવાની સાથો સાથ સમાચાર, કોમેન્ટરી અને ક્યારેક રેડીયો નાટક પણ સાંભળું છું. મારા પરિવારમાં પણ બધાને રેડીયો પર સંગીત સાંભળવું ગમે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધુસુદનભાઈ પાસે “રેર ઓફ રેરેસ્ટ સોંગ”નું પણ કલેક્શન જોવા મળે છે તથા તેમને “હિન્દી ફિલ્મ ગીતોના એનસાઈક્લોપીડીયા” તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દી ફિલ્મો અને ગીતોના વિશાળ કલેક્શનની લાઈબ્રેરી પણ છે. તેમના એન્ટીક રેડીયો ક્લેકશનમાં ૧૯૭૩માં ખરીદેલું ફિલીપ્સનું રેડીયોગ્રામ છે, જેમાં આજની તારીખે તેમાં પોતાના મનપસંદ ગીતો સાંભળે છે. તેમને સંગીત સાંભળવાની સાથો સાથ ગાયનનો શોખ છે. તેઓ હેમંત કુમાર, મુકેશ અને કિશોર કુમારના ગીતો પણ ગાય છે. તેમના મિત્રો સાથે સંગીતની બેઠકનું આયોજન કરે છે. આમ જોવા જઈએ તો, રેડીયો સદાકાળ અને સદાબહાર માહિતી અને મનોરંજન અને શિક્ષણનું અગત્યનું સાધન હતું, છે અને રહેશે જ.