જીએસટીમાં ગોરખધંધા રોકવા શું પગલાં આવશે ? જુઓ
- સરકાર શું વિચારી રહી છે ?
નકલી જીએસટી રિફંડ અને બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા અને ખોટા દાવા કરનાર લોકો પર લગામ મૂકવાની તૈયારી ચાલી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર જીએસટી રિટર્ન ફૉર્મમાં સંશોધન એટલે કે સુધારાની અપાયેલી સુવિધા પાછી ખેંચી લેશે. સરકારના વર્તુળોએ આ મુજબની માહિતી આપી હતી.
સુધારાની જે સુવિધા અપાઈ હતી તેનો વ્યાપક દુરુપયોગ થઈ રહો છે માટે તેને બંધ કરવામાં આવશે. દુરુપયોગના અનેક મામલા બહાર આવ્યા છે. સરકારે તેને બંધ કરવા માટે સમીક્ષા કરી હતી અને હવે થોડાક જ દિવસોમાં આ મુજબની જાહેરાત થઈ શકે છે.
જીસટીમાં કૌભાંડો અને ગેરરીતિની તપાસ કરવા માટે સક્રિય એજન્સીઓના ધ્યાન પર તાજેતરમાં જ આવા દુરુપયોગના અનેક કેસ સામે આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં એજન્સીઓએ રૂપિયા 18000 કરોડના 1700 બોગસ આઇટીસી મામલાઓ શોધી કાઢ્યા હતા. આ બારામાં 98 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
એજન્સીઓએ ટેકનોલોજીની સહાયતાથી આ બધા કેસ શોધી કાઢ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સુધારાની સુવિધા પાછી ખેંચાઇ જશે તો ઈમાનદાર કારોબારીઓને નુકસાની થઈ શકે છે તેવો અહેવાલ પણ અપાયો છે.