લે બોલ.. .. પાકિસ્તાને માલદિવને શું વચન આપ્યું ? વાંચો
માલદીવના રાષ્ટ્રપતિ મહોમ્મદ મોઈજ્જૂના ભારત વિરોધી વલણના કારણે હવે પાકિસ્તાનને અચાનક આ ટચૂકડા દેશ માટે પ્રેમ ઉભરાવા માંડ્યો છે
.
મોઈજ્જૂ ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યા હોવાથી ભારતમાં તેમનો વિરોધ રહ્યો છે. મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને પાછા મોકલવા માટેની કવાયત તેજ કરી છે તો બીજી તરફ હવે પાકિસ્તાને માલદીવની મદદ કરવાનુ હાસ્યાસ્પદ એલાન કર્યુ છે. ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને લોટ જેવો તાલ સર્જાયો છે.
આખી દુનિયા જાણે છે કે, પાકિસ્તાનની ઈકોનોમી સાવ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.પાકિસ્તાનના એક મોટા વર્ગને ખાવા માટે ફાંફા છે પણ પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન કાકરે મોઈજ્જુ સાથે ફોન પર વાત કરીને વિકાસમાં મદદ કરવા માટે આશ્વાસન આપ્યુ હતું.
જોકે સવાલ એ છે કે કંગાળ પાકિસ્તાનથી પોતાનો દેશ સંભાળાતો નથી ત્યારે તે માલદીવની મદદ કેવી રીતે કરશે…ભારતીય પર્યટકો દ્વારા માલદીવનો બોયકોટ કરવામાં આવ્યો હોવાથી માલદીવનો પર્યટન ઉદ્યોગ પ્રભાવિત થયો છે.આવામાં કંગાળ પાકિસ્તાન ભારતની ખોટ પૂરવાની વાતો કરીર હ્યુ છે.
