બજેટમાં કર માળખુ વધુ સરળ કરવા કવાયત
- નવી વ્યક્તિગત ટેક્સ સિસ્ટમને વધુ આકર્ષક બનાવવામાં આવી શકે
- ટેક્સની જટિલતાઓ ઘટાડવાથી ટેક્સ પર હવે ટેક્સ ન લાગે તેવી વિચારણા
લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ગુરુવારે પોતાનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ વર્ષનું બજેટ 1 ફેબ્રુઆરીએ જાહેર થશે અને તે વચગાળાનું હશે પરંતુ નવા પર્સનલ ટેક્સ રિજીમ સુધારા દ્વારા ટેક્સ પેયર્સને વધુ રાહત આપી શકે છે
અત્યારે સરકારનું ધ્યાન ટેક્સ માળખાને સરળ બનાવવા અને ટેક્સની જટિલતાઓને ઘટાડવાનું છે જેથી કરીને ટેક્સ પર હવે ટેક્સ ન લાગે. આ ઉદ્દેશ્ય સાથે સૌથી પહેલા એક વૈકલ્પિક વ્યક્તિગત ટેક્સ પ્રણાલી રજૂ કરવામાં આવી હતી, જેને બજેટ 2020માં નવી વ્યક્તિગત ટેક્સ વ્યવસ્થા એટલે કે પર્સનલ ટેક્સ રિજીમ કહેવામાં આવી હતી. આ સિસ્ટમે ચોક્કસ કપાત અને મુક્તિને છોડી દેવાનું પસંદ કરતી વ્યક્તિઓ માટે કરવેરાના દરોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. આવકવેરા અધિનિયમ, 1961 (“અધિનિયમ”) હેઠળ કુલ 100માંથી લગભગ 70 કપાત અને મુક્તિઓ દૂર કરવામાં આવી હતી અને બાકીની પણ સમીક્ષા અને તર્કસંગત બનાવવાનો હેતુ હતો. નવા પર્સનલ ટેક્સ રિજીમમાં જૂના રિજીમ હેઠળના ચાર-સ્તરના માળખાની તુલનામાં છ આવક સ્તરોમાં ફેલાયેલા નીચા ટેક્સ રેટ ઓફર કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં નવા વ્યક્તિગત ટેક્સ રિજીમને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી કારણ કે કેટલીક સામાન્ય કપાત સાથે સંકળાયેલા ટેક્સ લાભો અને મુક્તિઓ બાકાત રાખવામાં આવી હતી જેમ કે LIC પ્રીમિયમ, PPF ડિપોઝિટ વગેરેના સંદર્ભમાં સેક્શન 80C હેઠળ કપાત, મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માટે સેક્શન 80D, દાન, પ્રમાણભૂત કપાત વગેરે માટે સેક્શન 80G અને HRA માટે સેક્શન 10(13A), લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) માટે સેક્શન 10(5), સગીર આવક માટે સેક્શન 10(32) વગેરે હેઠળ મુક્તિનો સમાવેશ થાય છે. જોકે થોડા ટેક્સ લાભો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં એમ્પ્લોયરના યોગદાન માટે સેક્શન 80CCD (2), સેક્શન 10(14) હેઠળ ચોક્કસ ભથ્થા વગેરે જેવી મંજૂરી આપવામાં આવતી રહી છે.
હકીકત એ છે કે પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને ગયા વર્ષે નવા પર્સનલ ટેક્સ રિજીમ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી અને NPSમાં એમ્પ્લોયરના યોગદાનને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે, સરકાર સેક્શન 80CCD(1B) હેઠળ NPSમાં વ્યક્તિના પોતાના યોગદાનની વધારાની કપાત સહિતની વિચારણા કરી શકે છે. NPSએ નિવૃત્તિ બચતના માર્ગો પૈકી એક છે જેનો ઉપયોગ સેલેરાઈડ્ઝ અને નોન-સેલેરાઈઝ્ડ બંને દ્વારા વ્યાપકપણે થાય છે. નવી પર્સનલ ટેક્સ સિસ્ટમ હેઠળ આ કપાતને લંબાવવાથી નોન-સેલેરાઈઝ્ડ વ્યક્તિઓને પણ લાભ મળશે અને નવી પર્સનલ ટેક્સ સિસ્ટમ વધુ આકર્ષક બનશે અને સાથે જ NPSને પણ વેગ મળશે.