વડાપ્રધાને રામ લહેરને ક્યાં મજબૂત કરી ? વાંચો
- શું કહ્યું યુપીની રેલીમાં ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીના બુલંદશહેરમાં જંગી રેલી કરીને લોકસભાની ચુંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ મોદીએ રામ લહેરને વધુ મજબૂત બનાવી હતી. પ્રદેશને રૂપિયા 19 હજાર કરોડની પરિયોજનાઓની ભેટ આપી હતી. એમણે કહ્યું હતું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું કામ પૂરું થયું હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સમય છે.
રેલીને સંબોધન કરતાં મોદીએ રામ મંદિર સાથે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંઘને પણ યાદ કર્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ વડાપ્રધાનની પ્રથમ રેલી હતી માટે લોકોમાં ગજબ ઉત્સાહ જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. મોદી ,મોદીના નારા સાથે લોકોએ એમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
મોદીએ રેલીને સંબોધતાં કહ્યું હતું કે રામ મંદિરમાં ભગવાનના દર્શન બાદ જનતા જનાર્દનના દર્શનનો મોકો મને મળ્યો છે. એમણે કહ્યું કે કલ્યાણસિંઘ આજે જ્યાં પણ હશે ત્યાં આનંદિત થતાં હશે. એમણે વધુમાં કહ્યું હતું કે યુપીના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય જ નથી. પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય સંપન્ન થયું છે અને હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સમય છે.
આપનું લક્ષ્ય 2047 સુધી ભારતને વિકસિત કરવાનું છે. યુપીમાં લાંબા સમય સુધી રહેલા શાસકોએ લોકોમાં ભાગલા પડાવ્યા હતા અને લકોને અભાવમાં જ રાખ્યા હતા. જેની કિમત યુપીની અનેક પેઢીઓએ ચૂકવવી પડી છે. દેશને પણ બહુ મોટું નુકસાન થયું છે. અમારી સરકાર બધા જ વર્ગના લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે.
વડાપ્રધાને મુખ્યમંત્રી યોગી સાથે અનેક પરિયોજનૂની ભેટ લોકોને આપી હતી અને અનેક યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા. રેલવે લાઇન, હાઇ વે, પેટ્રોલિયમ, સીવેજ, મેડિકલ કોલેજ સહિતના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા.