રાજકોટ આરટીઓમાં 9 નંબર માટે રૂ.1.12 કરોડની ઐતિહાસિક બોલી
GJ 03 NK 9 માટે મોરબીના એક કાર માલિક સામે ગોંડલધારાસભ્ય પુત્ર ગણેશભાઈએ રૂ.1.12 કરોડનું ટેન્ડર ભર્યું
કેટલાંક વાહનચાલકોને વાહન પર પસંદગીના નંબર લક્કી હોય આરટીઓ કચેરીમાં નંબર લેવા માટે રીતસરની પડાપડી કરતાં હોય છે. રાજકોટમાં કાર અને બાઈકના પસંદગીના નંબર લેવાનો ક્રેઝ યથાવત છે. અહીં રાજકોટ આરટીઓ દ્વારા GJ 03 NK 9 નંબર માટે રૂ.1.12 કરોડની બોલી લાગી છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ(ગણેશભાઈ) જયરાજસિંહ જાડેજા અને મોરબીના ભરવાડ યુવાન વચ્ચે 9 નંબર માટે લાગેલી બોલીમાં રાજકોટ આરટીઓના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રકમની બોલી લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ આરટીઓ એ GJ 03 NK 1 થી 99999 નવા નંબર માટે ઓનલાઈન ટેન્ડર મંગાવ્યા તો આરટીઓની ઓનલાઇન બિડિંગમાં પસંદગીના નંબર મેળવવા માટે સરકાર દ્વારાજે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં ઓનલાઇન બિડિંગમાં GJ 03 NK માં 9 નંબર માટે મોરબીના એક કાર માલિક અને ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ(ગણેશભાઈ) જયરાજસિંહ જાડેજાવચ્ચે લાગેલી બોલીની રકમમાં ગણેશભાઈએ રૂ.1.12 કરોડની બોલી લગાવી હતી.