હાર્દિક પટેલને સરથાણા રેલી કેસમાં રાહત મળી, વાંચો
રેલીની મંજૂરી ન હોવા છતાં ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સરથાણા વિસ્તારમાં રેલીમાં ઉગ્ર ભાષણ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો અને 15 હજારનાં જામીન ભર્યા હતા.
નોંધનીય છે કે, સરથાણા પોલીસ દ્વારા રેલીની મંજૂરી ન હોવા છતાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે 3/12/ 2017 નાં દિવસે રેલી કાઢી હતી. રેલીમાં રાજક્રિય પાર્ટી વિરુદ્ધ ભાષણ કરવાનો આરોપ હતો. આ ગુના સંબંધિત નામ. કોર્ટ દ્વારા પુરાવો તથા બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ચુકાદો આપ્યો હતો.
હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.
આ પહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.