Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે આટલા વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં પ્રવેશ નહી.. વાંચો

Fri, January 19 2024

કોચિંગ માટે સરકારે જાહેર કર્યા નવા નિયમો : સારા માર્કની ગેરેન્ટી નહી આપી શકાય : મનમાની ફી ઉપર પણ અંકુશ

દેશમાં વિદ્યાર્થીઓમાં ભણતરના દબાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલય દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્દાશ અનુસાર કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપી શકશે નહીં તેમજ સારા માર્કસ અથવા રેન્કની ગેરંટી જેવી ભ્રામક જાહેરાતો કે વચનો પણ આપી શકશે નહીં. અને બાળકોના માતા-પિતાને ગેરમાર્ગે દોરનારી માહિતી પણ આપી શકશે નહીં. આ ઉપરાંત કોચિંગ સેન્ટરો મનમાની ફી પણ વસૂલી શકશે નહિ.

દેશભરમાં NEET અથવા JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યા હતા. રાજસ્થાનના કોટામાં બનેલી આત્મહત્યાની ઘટનાઓ અને બેલગામ કોચિંગ સેન્ટરોની મનસ્વીતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ માર્ગદર્શિકા આપી છે. માર્ગદર્શિકા અનુસાર, IIT JEE, MBBS, NEET જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટેના કોચિંગ સેન્ટરો પાસે ફાયર અને બિલ્ડિંગ સેફ્ટી સંબંધિત એનઓસી હોવી જરૂરી છે. કોચિંગ કલાસમાં ફક્ત પરીક્ષાઓલક્ષી બાબતો જ નહિ પરંતુ ભણતરને કારણે આવતા દબાણમાં પણ વિદ્યાર્થીઓને માનસિક સપોર્ટ આપવાનો રહોશે. કોઈપણ કોચિંગ ક્લાસ ગ્રેજ્યુએશન કરતા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં. કોચિંગ ક્લાસમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓની નોંધણી કરી શકાતી નથી. કોચિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓની નોંધણી માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ થવી જોઈએ. કોચિંગ સંસ્થાઓ નૈતિક ગેરવર્તણૂક સાથે સંકળાયેલા કોઈપણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલા શિક્ષક અથવા વ્યક્તિની સેવાઓને નિયુક્ત કરી શકતી નથી.

કોચિંગ સંસ્થાઓ કોઈપણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલા શિક્ષક અથવા વ્યક્તિને બાળકોને ભણાવવા માટે નિયુક્ત કરી શકશે નહિ. જ્યાં સુધી આ માર્ગદર્શિકા દ્વારા જાહેર કરાયા મુજબ કાઉન્સેલિંગ સિસ્ટમ ન હોય ત્યાં સુધી કોઈપણ સંસ્થાની નોંધણી કરવામાં આવશે નહીં. માર્ગદર્શિકામાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોચિંગ સંસ્થાઓ પોતાની એક વેબસાઈટ બનાવવાની રહેશે જેમાં શિક્ષકો, અભ્યાસક્રમ, અભ્યાસક્રમ પૂર્ણ થવાનો સમયગાળો, છાત્રાલયની સુવિધાઓ અને વસૂલવામાં આવતી ફીની અપડેટની તમામ વિગતો આપવાની રહશે. નવી માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓ પર બિનજરૂરી દબાણ લાવ્યા વિના વર્ગો ચલાવવાના રહેશે અને તે પણ પાંચ કલાકથી વધારે સમય વર્ગો ચલાવી શકાશે નહિ.

કોચિંગ સેન્ટરોએ માર્ગદર્શિકા મુજબ નોંધણી ન કરવી હોય અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો તે બદલ ભારે દંડ ભરવો પડશે. કોચિંગ સેન્ટરે પ્રથમવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો માટે રૂ. 25,000નો દંડ, બીજી વાર માટે રૂ. 1 લાખ અને ત્રીજી વાર જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો કોચિંગ સેન્ટરની નોંધણી રદ કરવામાં આવશે.

આ ઉપરાંત કોચિંગ સેન્ટર કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકાશે નહિ. અને જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચુકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે છે, તો કોર્સની બાકીની રકમ હોસ્ટેલ અને મેસ ફી સાથે વિદ્યાર્થીને પાછી આપવાની રહેશે.

Share Article

Other Articles

Previous

રામ મંદિરના 121 સહયોગી પૂજારી માના એક અરુણ દીક્ષિત..જુઓ શું કહ્યું…

Next

બાળકે મોદીના અંદાજમાં અયોધ્યામાં શું કહ્યું જુઓ વિડિયો…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
18 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
19 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કાલાવડ રોડ પર આશાપુરા પાન-યોગી પફ શોપ સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં મેયરનું રોટેશન જાહેર
રાજકોટ
1 વર્ષ પહેલા
Aadhaar EPIC Link: પાન કાર્ડ બાદ હવે ચુંટણી કાર્ડને પણ Aadhaar કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
ટેક ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટની ભાગોળે ભાયાસર ગામે સરકારે સીલ કરેલું કારખાનું ખોલી માલિકે એક વર્ષ ફેલાવ્યું પ્રદૂષણ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર