સોની વેપારીનું રૂ.1.20 લાખનું સોનું લઈ કારીગર ફરાર
12 દિવસ પૂર્વે નોકરીએ રાખેલ શખ્સ સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ
રાજકોટના સોની વેપારીનું રૂ.1.20 લાખનું સોનું લઈ કારીગર ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ નેપાળના અને હાલ રાજકોટનાખુદીરામ બોઝ ટાઉનશીપ બીલ્ડીંગ-ઈ ફ્લેટ નં-24માં રહેતા મહેશભાઈ વિરેનભાઈતામ્રકર(ઉ.55)ને ત્યાં ડાયમંડ સેટીંગ કરતો શાંતુ 25 ગ્રામ જેટલી સોનાનીબુટી 18 કેરેટની જેની આશરે રૂ.1.20 લાખ લઈ ભાગી જાતે તેના વિરુદ્ધ ઉચાપત અંગેની ફરિયાદ નોંધાઈ છે.
મહેશભાઇ બોઘાણી શેરીમાંઆવેલી યોગી ચેમ્બરમા ભાડેથી દુકાન રાખી પી.એ.ઓર્નામેન્ટ નામે ધંધો કરે છે. શાંતુ બારેક દિવસથી કામે આવતો હતો.શાંતુ બપોરના સમયે જમવા માટે ગયો હોય અને ત્યારબાદ જમીને પરતઆવ્યો ત્યારે શાંતુને આ સોનાની બુટી ડાયમંડ સેટીંગ નાકામ માટે લેવા 229 નંબરની દુકાનમાં બોલાવેલ અને તે બુટી શાંતુ ને આપેલ અનેઆ શાંતુ તે બુટી લઈ ને દુકાન નં-228 મા જતો રહેલ બાદ રાતે શાંતુ પાસે કામ ચેક કરવા માટે જતા શાંતુ ગુમ હતો અને તપાસ કરતાં રૂ.1.20 લાખની કિમતની આશરે25 ગ્રામ બુટી જોવામાં નહિ મળતા એડિવિઝનમાં ફરિયાદ નોંધવી હતી.