દેશના અર્થતંત્ર વિષે 86 ટકા સીઈઓ શું માને છે ? વાંચો
દેશના અર્થતંત્ર વિષે મોટાભાગના સીઈઓ ઉત્સાહી દેખાયા છે અને આગામી સમયમાં અર્થતંત્ર વધુ મજબૂત બનશે તેવો મત ધરાવે છે. સલાહકાર સંસ્થા પીડાબલ્યુસી દ્વારા થયેલા સર્વેમાં સીઈઓ દ્વારા એમ જણાવાયું હતું કે આગામી 12 માસમાં વૃધ્ધિ દર વધી જશે. દુનિયાના સીઇઓનો મત પણ આવો જ રહ્યો હતો.
જો કે ભારતના 86 ટકા સીઈઓ દ્વારા ભારે વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ માટે વૈશ્વિક સરવે થયો હતો જેમાં 105 દેશોને આવરી લેવાયા હતા. જ્યારે 44 ટકા ગ્લોબલ સીઈઓ દ્વારા પોતપોતાનાં દેશમાં વૃધ્ધિ દર વધવાનો વિશ્વાસ દર્શાવાયો હતો.
ભારતીય અર્થતંત્રના સારા આશાવાદનું વૈશ્વિક પ્રતિબિંબ દેખાયું હતું. અત્યારે પણ ભારત વિશ્વની 5 મી ટોચની ઈકોનોમી છે. 62 બટાકા બિઝનેસસ લીડર્સે એમ કહ્યું છે કે એમની કંપની વૃધ્ધિ કરશે.