આગામી સમયમાં ભારતની ઈકોનોમી દુનિયાને કેવી રીતે પછાડશે ? જુઓ
ભારત અત્યારે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી આર્તવ્યવસ્થા બનેલું છે અને વર્લ્ડ બેન્ક, આઈએમએફ સહિત તમામ વૈશ્વિક એજન્સીઓએ આ વાતની સરાહના કરી છે. હવે ભારતની તેજ રફતાર પર ભરોસો રાખનારાના લિસ્ટમાં વર્લ્ડ એકોનોમિક ફોરમનો પણ સમાવેશ થયો છે. ફોરમના પ્રમુખ દ્વારા એવો અહેવાલ આપવામાં આવ્યો છે કે ભારત આગામી સમયમાં 5 નહીં 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રમુખે ભારત પર ભરોસો વ્યક્ત કરીને કહ્યું હતું કે અમારી ગણતરી એવી છે કે આગામી બે દસકામાં ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે. નબળા રોકાણ અને વૈશ્વિક સ્થિતિ પડકારજનક હોવા છતાં ભારતની ગ્રોથ સ્ટોરી જારી જ રહેશે.
વડાપ્રધાને ભારતીય અર્થતંત્રને જલ્દી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તે મુજબ જ પગલાં લેવામાં આવી રહ્યા છે. ડાવોસમાં શરૂ થયેલી વાર્ષિક વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન આ મુજબની વાતચીત થઈ હતી. ફોરમના પ્રમુખે એવી આગાહી પણ કરી હતી કે ભારતનો વૃધ્ધિ દર 8 ટકા રહી શકે છે.
રાતા સમુદ્ર સંકટ અને ઇઝરાયલ તથા હમાસ વચ્ચેના યુધ્ધની પણ વાત થઈ હતી. ફોરમના પ્રમુખ બોરગેએ કહ્યું હતું કે જો આપણે આપણે લાલ સાગરને બંધ કરી દેશું તો તેની નકારત્મક અસર પડતાં વાર નહીં લાગે. નહેરને થોડાક સમય માટે પણ બંધ કરી તો વૈશ્વિક પૂરવઠો ખોરવાઇ શકે છે.
એમણે કહ્યું હતું કે આવા સંકટને લીધે જ ઓઇલના ભાવ પર ખરાબ અસર પડે છે અને વિશ્વ સામે પડકારો ઊભા થઈ શકે છે. ભારત જેવા મોટા તેલ આયતક દેશ પર તેની વધારે અસર પડી શકે છે.
