સજાતીય સંબંધ ધાવતી બહેન અને સહેલીને ભાઈએ ધોકાવી
મૈત્રી કરાર કરી સાથે રહેતી બંને યુવતીઓ બહાર ફરવા ગઈ ત્યારે યુવકનો રસ્તામાં ભેટો થઈ ગયો : ટ્રકમાં બેસાડી યુવકે બંનેને નવાગામમાં લઈ જઈ ધોકાથી ફટકારતા નોંધાતો ગુનો
રાજકોટમાં રહેતી અને સજાતીય સંબંધ ધરાવતી અને મત્રી
મૈત્રી કરારમાં સાથે રહેતી બે સખીઓને ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતી હતી ત્યારે એક યુવતીના ભાઈએ રસ્તામાં બંનેને આંતરી ટ્રકમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બેફામ પાઈપથી મારમારતાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ હતી.ત્યારે આ બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ ભીચરી રોડ પર ખરેડી ચોકમાં રહેતી મૂળ જસદણના ભંડારીયા ગામની માધવીબેન મોહનભાઇ વનાળીયા (ઉ.વ.૨૪) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ દિનેશ નંદણીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી હાલમા રતનપરમાં આવેલ ધ-ગ્રાન્ટ પાણીપુરી નામની ફ્રેંચાઇઝમા નોકરી કરે છે. તેણીને રાધીકાબેન દીનેશભાઈ નંદેસાણીયાને છેલ્લા બે વર્ષથી ઓળખે છે. બંન્ને વચ્ચે સજાતીય સંબંધ હોવાથી એકસાથે રહેવા માગતા હતા પરંતુ રાધીકાના ઘરવાળા સાથે રહેવા દેતા નહીં. જેથી ચારેક મહીના પહેલા બંને ઘરેથી ભાગી ગયેલ હતાં.બાદમાં પરિવારજનોએ તેઓને શોધી કાઢેલ હતાં.
ત્યારે રાધીકાના ભાઈ વિશાલે ધમકી આપી હતી.પરંતુ તે બંને એક સાથે રહેવા માંગતા હોઇ અને તેના પરીવારવાળા સાથે રહેવા દેતા ન હતા. જેથી બંનેએ એકબીજાની મરજીથી સાથે રહેવા માટે ગઈ તા. ૧૭/૦૭/૨૦૨૩ ના મૈત્રી કરાર કરેલ હતો આ મૈત્રી કરાર બાદ સાથે રહેતી ન હતી. પરંતુ બહાર કયારેક કયારેક મળતી હતી.ગત તા.૦૮/૦૧ ના બંન્નેએ બેડી ચોકડીએ મળવાનુ નક્કી કરેલ હતુ. તેના પિતા મારવાડી કોલેજ પાસે આવેલ વાડીએથી નીકળતા તેના સાથે બેડી ચોકડીએ પહોચેલ જ્યા તેની મીત્ર ઉભેલ હોય અને બંને ગ્રીનલેંડ ચોકડીએ જતી હતી ત્યારે તેની મિત્રનો ભાઈ વિશાલ ટ્રક લઈને જતો હોય તે બંનેને સાથે જોઈ જતા તેને બંનેને ટ્રકમાં બેસાડીને નવાગામ શેરી નં-૦૪ પાસે લઈ જઈ વિશાલએ બંનેને ફડાકા મારી લોખંડના પાઇપ વડે માર મારતા બંનેને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ આ બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી અરોપીની શોધખોળ હાથ ધરી હતી.