વડાપ્રધાને યુએઈના પ્રમુખ સાથે ભવ્ય રોડ શો યોજાયો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મંગળવારે બપોરે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં દેશના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કૂલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ શો યોજાયો છે.
મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાયો છે. ટ્રેડ શો બાદ વડાપ્રધાન મોદીએ યુએઈના પ્રમુખ શેખ મહમદ બિન નાહયાન સાથે ભવ્ય રોડ શો કર્યો હતો અને રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એમને જોવા ઉમટી પડ્યા હતા.
આ ટ્રેડ શોમાં 100 વિઝિટર દેશ અને 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે. 5 દિવસ સુધી ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 તારીખે ઉધ્યોગ મુલાકાતીઓ ભાગ લેશે અને 12 તથા 13 તારીખે જાહેર જનતા લાભ લઈ શકશે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઑટોમોબાઇલ, સિરામિક્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ ઍન્ડ જવેલેરી, ફાર્માસ્યુટિકલ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોના આધુનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.