શું થયું સલમાન ખાન સાથે ?
અભિનેતા સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની ચૂકથી બચવા માટે સલમાન હમેશા ટાઈટ સિક્યુરિટી વચ્ચે રહે છે. જો કે તેની વચ્ચે એક ચિંતાજનક ઘટના બની હતી. સલમાનના પનવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસ પર બે અજાણ્યા શખ્સોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એમની પાસેથી બનાવટી આધાર કાર્ડ મળી આવ્યા હતા.
નવી મુંબઈના પનવેલ સ્થિત સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકો ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને ફાર્મ હાઉસમાં પ્રવેશતા જોઈને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને રોકી લીધા હતા. ત્યારબાદ ફાર્મ હાઉસના મેનેજરને પણ બોલાવવામાં આવ્યો હેટ.
જ્યારે પૂછપરછ કરવામાં આવી તો બંને વ્યક્તિઓ પોતાને સલમાન ખાનના ચાહક ગણાવતા હતા. આમ છતાં સુરક્ષાકર્મીઓએ તેની વાત માની નહીં અને પોલીસને બોલાવી લીધી હતી. સુરક્ષકર્મીઓએ બંનેને પોલીસને હવાલે કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તાર તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બંનેના નામ અજેશકુમાર ગિલ અને ગુરુસેવકસિંહ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બંનેની ગતિવિધિ શંકાસ્પદ લાગી હતી અને પોલીસે એમની પૂછપરછ કરી હતી.