Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

૧૪ કલાકમાં જ ટેસ્ટ મેચ જીતી ઇતિહાસ રચતું ભારત

Fri, January 5 2024

૩૧ વર્ષ બાદ આફ્રિકાને કેપટાઉનમાં આપ્યો પરાજય: દોઢ દિવસની રમતમાં ૧૦૬.૨ ઓવર ફેંકાઈ જેમાં પડી ૩૩
વિકેટ, રન બન્યા માત્ર ૪૬૪! શ્રેણી ૧-૧થી ડ્રો

ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટ મેચમાં ૭ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. આ મેચ માત્ર ૧૪ કલાક સુધી જ ચાલી હતી. મુકાબલાના બીજા જ દિવસે ભારતને જીત માટે ૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે આસાનીથી હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણીને ૧-૧થી બરાબર કરી લીધી છે. મહત્ત્વની વાત એ છે કે ૩૧ વર્ષ બાદ આફ્રિકા સામે કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. દોઢ દિવસ ચાલેલી મેચમાં કુલ ૧૦૬.૨ ઓવર ફેંકાઈ હતી જેમાં ૩૩ વિકેટ પડી હતી સામે રન માત્ર ૪૬૪ જ બન્યા હતા. આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ તરીકે મોહમ્મદ સીરાજ અને પ્લેયર ઑફ ધ સિરીઝ તરીકે ડીન એલ્ગર-જસપ્રિત બુમરાહની સંયુક્ત રીતે પસંદગી થઈ હતી.


ભારતીય ટીમની કેપટાઉનમાં આ પહેલી ટેસ્ટ જીત રહી હતી. અગાઉ અહીં ભારતને ૬ ટેસ્ટમાં ૪ વખત હારનો સામનો કરવો પડ્યો હતો તો ૨ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમ ૧૯૯૨થી આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમતી આવી છે પરંતુ તેણે કેપટાઉનમાં એક પણ ટેસ્ટ જીત મેળવી નથી. હવે તેણે અહીં જીતનું ખાતું ખોલાવ્યું છે સાથે સાથે કોઈ એશિયન દેશની પણ કેપટાઉનમાં આ પહેલી ટેસ્ટ જીત છે.


ભારતીય ટીમ માટે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે ૨૩ દડામાં ૨૮ રન બનાવ્યા જ્યારે રોહિત શર્મા ૧૭ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બન્ને ઉપરાંત વિરાટ કોહલી ૧૨ અને શુભમન ગીલ ૧૦ રન બનાવી આઉટ થયા હતા.


મેચના બીજા દિવસે આફ્રિકી ટીમ પોતાની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટે ૬૨ રનના સ્કોરથી આગળ રમવા ઉતરી હતી. બીજા દિવસે આફ્રિકાને પહેલી ઓવરમાં જ ઝટકો લાગ્યો જ્યારે ડેવિડ બેડિંઘમને બુમરાહે આઉટ કર્યો હતો. આ પછી બુમરાહે કાઈલ વેરિયેનેનને પણ સસ્તામાં આઉટ થયો હતો. આ પછી માર્કો જાન્સેન, કેશવ મહારાજ સહિતની વિકેટ પડી હતી. જો કે કેપ્ટન એડેન માર્કરમે એક છેડો સાચવી રાખી ૯૯ દડામાં પોતાની સદી પૂર્ણ કરી હતી. માર્કરમની વિકેટ મોહમ્મદ સીરાજે લીધી હતી.


આફ્રિકાની બીજી ઈનિંગ ૧૭૬ રનમાં જ પૂરી થઈ હતી. ભારતને પહેલી ઈનિંગમાં ૯૮ રનની લીડ મળી હતી આવામાં આફ્રિકાએ ભારતને જીત માટે ૭૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત વતી બીજી ઈનિંગમાં બુમરાહે છ, મુકેશ કુમારે બે અને પ્રસિદ્ધ-સીરાજને એક-એક વિકેટ મળી હતી.


કુલ ૩૩ વિકેટ પડી, એલબીડબલ્યુ એક પણ નહીં !
ભારત-આફ્રિકા વચ્ચે કેપટાઉન ટેસ્ટમાં અનેક રેકોર્ડ બન્યા છે જેમાં એક રેકોર્ડ એવો પણ નોંધાયો છે કે મેચ દરમિયાન કુલ ૩૩ વિકેટ પડી હતી પરંતુ તેમાંથી એક પણ વિકેટ એલબીડબલ્યુ પડી નથી ! કેપટાઉનની પીચ બાઉન્સી હોવાને કારણે કાં તો બેટર કેચઆઉટ કાં તો બોલ્ડ આઉટ જ થયો છે.

Share Article

Other Articles

Previous

ટાગોર રોડ-વિરાણી ચોકમાં બાલાજી ટી-સ્ટોલ-સરગમ પાન સીલ

Next

એક હારથી થાકી જશો તો સફળતા ક્યારેય નહિ મળે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ પકડાયું : એકની ધરપકડ
ક્રાઇમ
6 મહિના પહેલા
કચરામાંથી કમાણી’ કરશે મહાપાલિકા !
રાજકોટ
1 વર્ષ પહેલા
નવા GST નંબર માટે 7 દિવસમાં કાર્યવાહી થવી જોઈએ: નવી ગાઈડલાઈનથી લાખો વેપારીઓને હાશકારો
ટૉપ ન્યૂઝ
4 દિવસ પહેલા
રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી અચાનક ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર