આજે છેલ્લો દિવસ, ઢોરનું રજિસ્ટે્રશન કરાવી લેજો
રવિવારે પણ નોંધણીની કામગીરી ચાલું રહેશે: સોમવારથી લાયસન્સ વગરના ઢોર સીધા ડબ્બે જ પૂરાશે
રસ્તે રખડતાં ઢોરને ૧ જાન્યુઆરીથી ડબ્બામાં પૂરી દેવા માટે હાઈકોર્ટનો આદેશ છૂટતાં જ રાજકોટ સહિત રાજ્યની તમામ મહાપાલિકામાં ઢોર રજિસ્ટે્રશનનો ધમધમાટ ચાલી રહ્યો છે. ૩૧ જાન્યુઆરી ઢોર નોંધણી માટેનો છેલ્લો દિવસ હતો પરંતુ ત્યારે રવિવાર હોવાથી ઢોરમાલિકોને રઝળપાટ ન થાય તે માટે રજાના દિવસે પણ નોંધણીની કામગીરી ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મતલબ કે આજે ઢોર રજિસ્ટે્રશન કરાવવા માટે છેલ્લો દિવસ છે અને કાલથી લાયસન્સ વગરનું ઢોર પકડાશે એટલે સીધું ઢોરડબ્બે જ રવાના કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે લાયસન્સ-પરમીટ ન ધરાવતા પશુઓ મહાપાલિકાની હદ બહાર મોકલી દેવા ઢોરમાલિકોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. ઢોરમાલિકોએ પશુની નોંધણી તેમજ આરએફઆઈડી ચીપ-ટેગ લગાવવા માટે પશુદીઠ રૂા.૨૦૦ ભરી બે મહિનામાં પશુની નોંધણી કરાવવાની હોય જેમની મુદ્દત તા.૩૧-૧૨-૨૦૨૩ના રોજ પૂર્ણ થતી હોય આ દિવસે રજા હોવાથી પશુપાલકોના હિતમાં આજે પણ કામગીરી ચાલું રાખવામાં આવી છે. આજે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના ત્રીજા માળે જઈને ઢોર રજિસ્ટે્રશન કરાવી શકાશે.