લોકોને સરકાર શેમાં મોટી રાહત આપશે ? વાંચો
- કોના ભાવ ઘટશે ?
- લોકોને કેટલી રાહત મળશે ?
લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે સરકાર લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરશે અને પેટ્રોલ ડિઝલના ભાવમાં મોટી રાહત આપી શકે છે તેવી જાણકારી સૂત્રોએ આપી હતી. આ માટે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 10 નો કાપ મુકાઇ શકે છે. ભાવમાં કાપનો અમુક હિસ્સો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે તેમ માનવામાં આવે છે. નાણા મંત્રાલય પાસે ભાવ ઘટાડવાના વિકલ્પ તૈયાર જ છે.
એવા અહેવાલો બહાર આવ્યા છે કે મંત્રાલય દ્વારા ભાવ ઘાતદ્વા માટે અલગ અલગ મુસદ્દા વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવ્યા છે. હવે ફક્ત વડાપ્રધાનની મંજૂરીનો ઇંતજાર હોવાનું પણ બહાર આવ્યું છે. પેટ્રોલ ડિઝલના વધેલા ભાવ થી લોકોમાં કચવાટ છે તે હકીકત સરકાર જાણે છે અને એટલા માટે ચુંટણી પહેલા જ મોટી રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.